For Quick Alerts
For Daily Alerts
કોરોનાવાઈરસની અસરઃ 29 માર્ચે શરૂ નહિ થાય IPL, BCCIએ તારીખ આગળ વધારી
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનને કોરોનાવાઈરસને પગલે એપ્રિલ મહિને શરૂ કરવાનો ફેસલો લીધો છે. બીસીસીઆઈના એક સત્તાવાર અધિકારીએ આઈએએનએસ સાથે વાત કરતા આ જાણકારી આપી છે. ટૂર્નામેન્ટની શરૂઆત 29 માર્ચે થનાર હતી પરંતુ હવે 15 એપ્રિલે થશે.
આઈએએનએસ સાથે વાત કરતા બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું કે 15 તારીખે આઈપીએલ શરૂ કરવી જ સૌથી સારી રીત હશે તે નક્કી કરવામાં આવ્યું છે. અધિકારીએ કહ્યું કે, હા ટૂર્નામેન્ટની શરૂઆતને સ્થગિત કરવા માટે આંતરિક નિર્ણય લેવામાં આવ્યો છે અને તે 15 એપ્રિલે શરૂ થસે. બીસીસીઆઈએ ફ્રેન્ચાઈજીને આ વિશે સૂચિત કરી છે.
આઈપીએલ માટે કુલદીપ યાદવનો ખાસ પ્લાન, આવી રીતે કરશે વાપસી!
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો