રાંચીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચ થઇ ડ્રો

Posted By:
Subscribe to Oneindia News

રાંચીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો ગઇ છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે રમાતી આ ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 204 રન બનાવી દીધા હતા. 6 વિકેટ ગુમાવીને ઓસ્ટ્રેલિયાની ટીમે 204 રન બનાવ્યા હતા. જો કે આ ટેસ્ટ મેચમાં પીટર હેન્ડ્રસકોમ્બ 72 રને નોટ આઉટ રહ્યા હતા. તો બીજી તરફ ભારતીય ટીમે પાંચમા દિનસે ઓસ્ટ્રેલિયન ટીમને ઓલ આઉટ કરવામાં નિષ્ફળ રહેતા મેચને ડ્રો જાહેર કરવામાં આવી હતી.

cricket

નોંધનીય છે કે ટેસ્ટ મેચના ચોથા દિવસે ભારતીય ક્રિકેટ પ્રેમીઓને આ મેચમાં ભારતની જીત થવાની આશા દેખાતી હતી. પણ આજે આ મેચ ડ્રો જતા ક્રિકેટપ્રેમીઓ નિરાશ થયા હતા. પાંચમા દિવસે ઓસ્ટ્રેલિયાએ ભારતના હાથમાં આવેલી જીત પર પાણી ફેરવી દીધુ હતું. જો કે આ મેચમાં ભારતના ચેતેશ્વર પુજારા (202) અને રિદ્ધિમાન સાહા (117 રન) સાથે સારું પ્રદર્શન આપ્યું હતું. પણ તેમ છતાં ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરોના સારા પ્રદર્શન અને ભારતની નબળી બોલિંગના કારણે ડ્રો ગઇ હતી.

English summary
Cricket : India vs australia test match draw. Read more on it here.
Please Wait while comments are loading...