
વર્લ્ડકપ: પાકિસ્તાને દ. આફ્રિકાને 29 રને આપી માત
ઓકલેંડ, 7 માર્ચ: પોતાના બોલરોના દમ પર પાકિસ્તાને ઇડેન પાર્ક મેદાનમાં શનિવારે રમાયેલી આઇસીસી વિશ્વકપ-2015ના પૂલ બી મેચમાં દક્ષિણ આફ્રીકાને 29 રનોથી માત આપી દીધી. શરૂઆતની બે હાર બાદ પાકિસ્તાનની આ સતત ત્રીજી જીત છે, જ્યારે દક્ષિણ આફ્રીકારને ટૂર્નામેન્ટમાં બીજી હારનો સામનો કરવો પડ્યો છે. પાકિસ્તાને દક્ષિણ આફ્રીકાની સામે ડકવર્થ-લેવિસ નિયમના આધાર પર 232 રનોનું લક્ષ્ય રાખ્યું હતું.
પાકિસ્તાનના બોલરોના ઉમદા પ્રદર્શન આગળ શૂન્યના કૂલ યોગ પર પહેલી વિકેટ ગુમાવનાર દક્ષિણ આફ્રિકન ટીમ કપ્તાન અબ્રાહમ ડિવિલિયર્સના 77 રનોની પારી છતા 33.3 ઓવરોમાં તમામ વિકેટ ગુમાવીને 202 રન જ બનાવી શકી. કપ્તાન ઉપરાંત હાશિમ અમલાએ 38 રન અને ફાફ દૂ પ્લેસિસે 27 રનોનું યોગદાન આપ્યું. અમલાએ 27 બોલો પર નવ ચોગ્ગા ફટકાર્યા. પ્લેસિસે 29 બોલ પર ત્રણ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો.
ડિવિલિયર્સે 74 રન બનાવ્યા ત્યારે પાકિસ્તાનને જીત હાથમાંથી જતી દેખાઇ રહી હતી. ડિવિલિયર્સની વિકેટ 200 રનોના કુલ યોગ પર પડતા જ દક્ષિણ આફ્રીકાની હાર નક્કી થઇ ગઇ હતી. અને પાકિસ્તાન પોતાની જીત માટે નિશ્ચિંત થઇ ગયો હતો. છેલ્લી વિકેટ ઇમરાન તાહિરની શૂન્ય પર 202ના યોગ પર પડી.પાકિસ્તાન તરફથી મોહમંદ ઇરફાન, વહાબ રિયાઝ અને રાહત અલીએ ત્રણ-ત્રણ વિકેટ લીધી. અને ડિવિલિયર્સની રૂપમાં દિવસની સૌથી મોટી વિકેટ ઝડપનાર સોહેલ ખાનને એક સફળતા મળી. આ મેચમાં છ કેચ લઇને પાકિસ્તાન માટે નવો રેકોર્ડ બનાવનાર વિકેટકીપર સરફરાજ અહમદને મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. સરફરાજે 49 રન પણ બનાવ્યા હતા.
આ પહેલા દક્ષિણ આફ્રિકાની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. પાકિસ્તાની ટીમ જોકે નિર્ધારિત 47 ઓવર પણ ના રમી શકી, તેણે 46.4 ઓવરમાં 222 રન બનાવ્યા. જોકે દક્ષિણ આફ્રિકાની ટીમ આ લક્ષ્યાંકને પાર કરી શકી નહીં.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો