મોહમ્મદ શમીએ પત્ની સાથે પોસ્ટ કર્યો ફોટો, થયો હોબાળો

Subscribe to Oneindia News

ભારતનો ઝડપી બોલર મોહમ્મદ શમીએ સોશિયલ મીડિયા સાઇટ ફેસબુક પર એક ફોટો મૂક્યો. તેમાં તે અને તેની પત્ની હસીન જહાં છે. શમીના ચાહકોમાંથી કેટલાકને હસીન જહાંના પરિધાન ગમ્યા નહિ અને સોશિયલ મીડિયા પર લોકોએ ઇસ્લામ અને અલ્લાહનો હવાલો આપીને આ બધાથી બચવાની સલાહ આપી. એટલુ જ નહિ લોકોએ ત્યાં સુધી લખ્યુ કે શમી પોતે ધ્યાન રાખે કે તેની પત્ની હિજાબ વગર દેખાય નહિ.

mohammed shami

શમીએ આ ફોટો 25 ડિસેમ્બરે પોસ્ટ કર્યો હતો. શમીના આ ફોટા પર મોહમ્મદ બિલાલ રિઝવી નામના એક શખ્સે લખ્યુ છે કે, 'શરમ આવવી જોઇએ. એક દિવસ મરવાનું છે. એ ન ભૂલો. પત્નીઓને કેવી રીતે રાખવી જોઇએ તે પોતાના સાથી ક્રિકેટર પઠાણ ભાઇઓ પાસેથી શીખો.' સલમાન અનસારીએ લખ્યુ કે, 'શરમ કરો, સર તમે એક મુસ્લિમ છો. પત્નીને પડદામાં રાખો અને બીજા બધા પાસેથી અમલા અલી શીખો.' મોહમ્મદ નૌસાથે લખ્યુ કે, 'મને શંકા છે કે તમારી પત્ની મુસ્લિમ છે કે કોઇ અન્ય ધર્મની. કૃપા કરીને અલ્લાહથી ડરો.'

shami

જો કે એક વર્ગ એવો પણ છે જે શમીને તેના ફોટા માટે પોતાના સમર્થન આપી રહ્યો છે. પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે ટ્વીટર પર લખ્યુ છે કે, 'ટીપ્પણીઓ ખૂબ જ શરમજનક છે. મોહમ્મદ શમીને પૂરેપૂરુ સમર્થન છે. દેશમાં બીજા ઘણા મોટા મુદ્દાઓ છે.' ટ્વીટર પર જ બરખા દત્તે લખ્યુ છે કે, 'ખરેખર ? શું આ સાચુ છે ? આ બહુ જ શરમજનક છે. એટલા માટે નહિ કે બીજા ઘણા મુદ્દા છે પરંતુ એટલા માટે કારણકે આ કોઇનું કામ નથી. એકદમ નીચ.' ફેસબુક પર જ શમીના ફોટા પર ફિરોઝ શેખે લખ્યુ છે કે, 'આ બધા મુસ્લિમ જે શમીને ગ્નાન આપી રહ્યા છે, જો તેમને ખરેખર અલ્લાહનો ડર હોય તો મોબાઇલ નેટ યુઝ કરવાનું છોડી દે કારણકે પડદો ના કરવા પર જે ગુનો થશે તેનાથી મોટો ગુનો તમને અભણોને ઇસ્લામનો મજાક ઉડાવવા પર થશે.

English summary
Cricketer Mohammed Shami trolled over wife’s dress in couple’s photo on facebook
Please Wait while comments are loading...