For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે પ્રિયંકા સાથે રૈના પ્રભુતામાં પાડશે પગલાં, મોદી-અખિલેશ બનશે સાક્ષી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 3 એપ્રિલ: ભારતના લવિંગ સ્ટાર પ્લેયર સુરેશ રૈના આજે પોતાની બાળપણની મિત્ર પ્રિયંકા ચોધરી સાથે પ્રભુતામાં પગલા પાડવા જઇ રહ્યા છે. આજે દિલ્હીના ચાણક્યપુરી વિસ્તારના 'ધ લીલા પેલેસ હોટલ'માં રૈનાના લગ્ન છે. 1 એપ્રિલના રોજ રૈનાએ પ્રિયંકાની સાથે સગાઇ કરી હતી.

suresh raina
દેશની હાઇપ્રોફાઇલ લગ્નમાંથી એક આ લગ્નના સાક્ષી પૂરાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવ પણ હાજરી આપે તેવી સંભાવના છે, કારણ કે આ બંને મહાનુભાવોને વિશેષરીતે આ લગ્નમાં હાજરી આપવા માટે નિમંત્રણ આપવામાં આવ્યું છે.

જે સમાચાર છે એ અનુસાર આ ખાસ લગ્ન માટે 250 ખાસ લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે, જેમાં વડાપ્રધાન અને મુખ્યમંત્રી ઉપરાંત ટીમ ઇન્ડિયાના કપ્તાન મિત્ર મહેન્દ્ર સિંહ ધોની, આખી ભારતીય ક્રિકેટ ટીમ, સચિન તેંડુલકર, સુનિલ ગાવસ્કર, કપિલ કેવ, વીવીએસ લક્ષ્મણ, રવિ શાસ્ત્રી, સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ, બીસીસીઆઇના પૂર્વ અધ્યક્ષ એન શ્રીનિવાસન અને અનુષ્કા શર્માનો સમાવેશ થાય છે.

priyanka
અત્રે નોંધનીય છે કે પ્રિયંકા ચોધરી હાલમાં નેધરલેંડના એક પ્રતિષ્ઠિત બેંકમાં કાર્ય કરે છે અને તેમણે બીટેકનો અભ્યાસ કર્યો છે. ત્રણ ભાઇ બહેનોમાં સૌથી નાની પ્રિયંકાનો પરિવાર ખૂબ જ શિક્ષિત અને સંસ્કારી છે. તેમના બંને ભાઇ આઇટી એન્જિનિયર છે. પ્રિયંકાએ ગાઝિયાબાદના ફેમસ કોલેજ કૃષ્ણા ઇંસ્ટીટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એંડ ટેકનોલોજીથી બીટેક કર્યું છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Delhi is getting decked up as Team Indias star player Suresh Raina is all set to get hitched with his childhood friend Priyanka Chaudhary on Friday, April 3.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X