CSK vs LSG: ડી કોક-લુઇસની તોફાની બેટીંગ, લખનઉની જીત
આજે લખનઉ અને ચેન્નાઇ વચ્ચે આઇપીએલની 7મી મેચ રમાઇ છે. આ મેચ મુંબઇના બ્રેબોર્ન સ્ટેડીયમમાં રમાઇ હતી. લખનૌ સુપર જાયન્ટ્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટીંગ કરતા ચેન્નાઇએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 210 રનનો પહાડ ખડક્યો હતો. લખનઉએ 19.3 ઓવરમાં 211 રન બનાવી સિઝનની પ્રથમ જીત મેળવી હતી.
લખનઉ તરફથી કેપ્ટન કેએલ રાહુલે 26 બોલમાં 40 રન, ક્વિંટન ડી કોકે 45 બોલમાં 61 રન તથા એવિન લુઇસે 23 બોલમાં 55 રનની તોફાની ઇનિંગ રમી હતી.
લખનઉની પ્લેઇંગ 11: કેએલ રાહુલ (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (વિકેટમાં), એવિન લુઈસ, મનીષ પાંડે, દીપક હુડા, આયુષ બદોની, કૃણાલ પંડ્યા, દુષ્મંથા ચમીરા, એન્ડ્રુ ટાય, રવિ બિશ્નોઈ, અવેશ ખાન.
CSKની પ્લેઇંગ 11: ઋતુરાજ ગાયકવાડ, રોબિન ઉથપ્પા, મોઈન અલી, અંબાતી રાયડુ, રવિન્દ્ર જાડેજા (સી), એમએસ ધોની (વિકેટમેન), શિવમ દુબે, ડ્વેન બ્રાવો, ડ્વેન પ્રિટોરિયસ, મુકેશ ચૌધરી, તુષાર દેશપાંડે.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો