MI Vs CSK: કેટલા વાગ્યે શરૂ થશે મેચ, કયા ચેનલમાં પ્રસારણ થશે જાણો
શનિવારથી ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનની શરૂઆત થઈ રહી છે, મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે પહેલો મુકાબલો થવા જઈ રહ્યો છે. ફેન્સ આતુરતાથી આ મુકાબલાનો ઈંતેજાર કરી રહ્યા છે, કેમ કે તેઓ લાંબા સમય બાદ પોતાના ફેવરિટ ખેલાડીઓને મેદાનમાં ધમાલ મચાવતા જોશે. મુકાબલો બહુ દિલચસ્પ રહેશે. કેમ કે પાછલી સીઝનની ફાઈનલમાં મુંબઈએ ચેન્નઈને 1 રનથી હરાવી ખિતાબ જીત્યો હતો. હવે જોવાનું એ રહેશે કે શું સીએસકે એ હારને ભૂલાવવા માટે જીતનો શંખ વગાડી શકશે કે નહિ. આવો જાણીએ આ મુકાબલો કેટલા વાગ્યે અને ક્યાં રમાશે...

કેટલા વાગ્યે શરૂ થશે મેચ
19 સપ્ટેમ્બરે આબૂ ધાબીના શેખ જાયદ સ્ટેડિયમમાં મુકાબલો રમાશે. ભારતીય સમયાનુસાર સાંજે 7.30 વાગ્યે મેચ શરૂ થશે. દુનિયાના વિવિધ દેશોમાં આ ટીવી ચેનલ્સ પર તમે મેચ જોઈ શકો છો.
- ભારત- સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક (ઈંગ્લિશ, હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને બંગાળીમાં કોમેન્ટ્રી)
- અફઘાનિસ્તાન- એરિયાના
- આફ્રીકા- સુપરસ્પોર્ટ
- કેરેબિયન- સ્પોર્ટ્સમેક્સ
- હોંગકોંગ- પીસીસીડબલ્યૂ
- યૂએઈ એન્ડ સાઉદી અરેબિયા- બીઈન સ્પોર્ટ્સ
- ઑસ્ટ્રેલિયા- ફૉક્સ ક્રિકેટ
- બાંગ્લાદેશ- ચેનલ 9
- બ્રૂનેઈ એન્ડ મલેશિયા- એસ્ટ્રો
- ન્યૂઝીલેન્ડ- સ્કાઈ સ્પોર્ટ
- યૂનાઈટેડ કિંગ્ડમ- સ્કાઈ સ્પોર્ટ્સ
- શ્રીલંકા, નેપાળ અને ભૂતાન- સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક
- યૂએસ- વિલો
- ઑનલાઈન ટેલીકાસ્ટ- ડિજની + હૉટસ્ટાર વીઆઈપી

કઈ ટીમનું પલડું ભારી
જો ટીમની સ્ટ્રેન્થની વાત કરવામાં આવે તો મુંબઈ ઈન્ડિયન્સસારી જોવા મળી રહી છે. બંને ટીમ વચ્ચે આઈપીએલના ઈતિહાસમાં અત્યાર સુધીમાં કુલ 30 મેચ રમાણી જેમાં મુંબઈએ 18 જ્યારે ચેન્નઈ માત્ર 12 મેચમાં જ જીતી શકે છે. એવામાં સ્પષ્ટ છે કે યેલો આર્મી પર રોહિત શર્માની ટીમ હાવી રહે છે. જો કે ત્રણ વાર ચેમ્પિયન ચેન્નઈને સૌથી વધુ મજબૂત માનવામાં આવે છે, પરંતુ મુંબઈ ઈન્ડિયન્સ એવી ટીમ છે જે ટક્કર આપવાની ક્ષમતા ધરાવે છે. ચેન્નઈ માટે મેચ જીતવું આસાન નહિ રહે.

આ જોડી ચેન્નઈ પર ભારી પડી શકે
જણાવી દઈએ કે મુંબઈના તેજ બોલર જસપ્રીત બુમરાહ અને ટ્રેંટ બોલ્ટની જોડી ચેન્નઈ પર ભારી પડી શકે છે. બુમરાહને ડેથ ઓવરમાં સૌથી ખતરનાક બોલર માનવામાં આવે છે. કેટલાય એવા અવસર આવ્યા છે જ્યારે તેમણે પોતાના દમ પર હારેલી મેચને જીત તરફ લાવી દીધી હોય. જ્યારે ટ્રેંટ બોલ્ટ લસિથ મલિંગાની કમી પૂરી કરશે જેઓ આ સીઝનથી અંગત કારણોસર બહાર થઈ ગયા છે.
CSK Vs MI : ગયા વર્ષે ચેન્નઈ H2H એકેય મેચ નહોતી જીતી શકી, મુંબઈનું પલડું ભારે
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો