• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

CSK Vs RR: જયસ્વાલ-દુબેની વિસ્ફોટક બેટીંગ, રાજસ્થાનની 7 વિકેટે જીત

|
Google Oneindia Gujarati News

IPL 2021 ની 47 મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઇ રહી છે. રાજસ્થાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં ચેન્નાઇ સુપ્ર કિંગ્સ પ્રથમ બેટીંગ કરવા ઉતરી હતી. ચેન્નાઇએ પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 189 રન બનાવ્યા હતા. આ ટાર્ગેટનો પીછો કરતા રાજસ્થાને 17.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 190 રન બનાવી જીત મેળવી હતી.

રાજસ્થાન તરફથી બેટીંગ કરતા શિવમ દુબેએ 42 બોલમાં 64 રન બનાવ્યા હતા. આ ઉપરાંત 21 બોલમાં 50 રન તથા સંજુ સેમસને 28 રન તથા એવિન લેવિસ 27 રનનો ફાળો આપ્યો હતો. શાર્દુલ ઠાકુરે 2 વિકેટ તથા કેએમ આસિફે 1 વિકેટ લીધી હતી.

ઉલ્લેખનિય છેકે ટોસ હારીને પહેલા બેટિંગ કરતા ચેન્નાઈએ ચાર વિકેટના નુકસાન પર 189 રન બનાવ્યા હતા. ઋતુરાજ ગાયકવાડની ઉત્તમ બેટિંગ 101(60) રનની મદદથી ચેન્નઈએ IPL 2021 ની 47 મી મેચમાં રાજસ્થાન સામે જીતવા માટે 190 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. રાજસ્થાન તરફથી રાહુલ તેવાટિયાએ 39 રનમાં ત્રણ વિકેટ લીધી હતી જ્યારે ચેતન સાકરીયાને એક વિકેટ મળી હતી.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
CSK Vs RR: Jaiswal-Dubey's explosive batting, Rajasthan win by 7 wickets
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X