For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ કારણે વોર્નરનો ખેલ ધીમો પડ્યો, લયમાં નથી આવી રહ્યા

આ કારણે વોર્નરનો ખેલ ધીમો પડ્યો, લયમાં નથી આવી રહ્યા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ આઈપીએલની આ સીઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નર જેવી રીતે વિસ્ફોટક બેટિંગ માટે ઓળખાય છે, તે હજી સુધી જોવા નથી મળ્યું. આ સીઝનમાં વોર્નરના અત્યાર સુધીના સફર પર નજર ફેરવીએ તો તેમણે 35.5ની એવરેજથી રન બનાવ્યા છે. કુલ 8 મેચમાં વોર્નરે 121.88ની સ્ટ્રાઈક રેટથી 284 રન બનાવ્યા છે. પરંતુ જો પાછલી સીઝનની વાત કરીએ તો વોર્નરે 12 મેચમાં 69.20ની એવરેજથી 692 રન બનાવ્યા હતા. વોર્નર વિશે પૂર્વ ક્રિકેટર અજય જાડેજાનું કહેવું છે કે હૈદરાબાદની ટીમ રણનીતિ વાળી ટીમ છે, જ્યારે શિખર ધવન આ ટીમ સાથે હતા ત્યારે વોર્નર અટેકિંગ બેટ્સમેન હતા. પરંતુ જ્યારથી ધવન ટીમથી ચાલ્યા ગયા છે અને જૉની બેયરસ્ટો ટીમમાં આવ્યા છે વોર્નરે પોતાની ભૂમિકામાં બદલાવ કર્યો છે.

શિખર ધવનની જવાની અસર પડી

શિખર ધવનની જવાની અસર પડી

જાડેજાનું કહેવું છે કે ડેવિડ વોર્નરથી ત્રણ વર્ષ પહેલા બોલર્સ ડરતા હતા, પરંતુ જ્યારથી શિખર ધવન ટીમથી બહાર ગયા છે ત્યારથી બોલર્સ બેયરસ્ટોથી ડરે છે વોર્નરથી નહિ કેમ કે બોલર્સને ખબર છે કે વોર્નર પોતાનો સમય લેશે. આંકડાઓમાં આ સ્પષ્ટ જોવા મળે છે, શિખર ધવન જ્યારથી ટીમમાંથી ગયા છે વોર્નરની ભૂમિકામાં બદલાવ આવ્યો છે. ડેવિડ વોર્નર આઈપીએલમાં કયા સ્તરના ખેલાડી છે આ વાતનો અંદાજો તમે તેમના આંકડા જોઈને લગાવી શકશો. કુલ 134 ઈનિંગમાં વોર્નરે 4990 રન બનાવ્યા છે, જ્યારે તેમનો સ્ટ્રાઈક રેટ 141.04નો રહ્યો છે. વોર્નરના કુલ એવરેજની વાત કરીએ તો આ 42.64 રહ્યો છે. અત્યાર સુધી આઈપીએલમાં વોર્નર 46 ફીફ્ટી અને 4 સદી લગાવી ચૂક્યો છે.

બીજા ખેલાડીઓને કારણે વોર્નર ધીમો પડ્યો

બીજા ખેલાડીઓને કારણે વોર્નર ધીમો પડ્યો

કિંગ્સ ઈલેવન પંજાબની ટીમથી રમી ચૂકેલ મનોજ તિવારીએ કહ્યું કે વોર્નર ક્લાસ ખેલાડી છે, આ વર્ષે વોર્નર અટેકિંગ ક્રિકેટ એટલા માટે નથી રમી રહ્યો કેમ કે તેમની ટીમના 4-5 પ્લેયર એક જ ગિયરમાં રમી રહ્યા છે, જ્યારે બીજા ગિયરથી 3-4 ગિયરમાં નથી જઈ રહ્યા, બેયરસ્ટો પણ મારીને રમી રહ્યા છે, એવામાં જો તેઓ આઉટ થઈ જાય તો ટીમ સમસ્યામાં મુકાઈ શકે છે. આ કારણે જ ડેવિડ વોર્નર પાછલી સીઝનની સરખામણીએ ધીમું રમી રહ્યા છે. મનોજ તિવારીએ કહ્યું કે ડેવિડ વોર્નર હજી પણ આ ઉંમરમાં જેવી રીતે ક્રિકેટ રમી રહ્યા છે તે જોવાની અને સીખવાની વાત છે.

ધવનમાં બહુ ક્ષમતા

ધવનમાં બહુ ક્ષમતા

જણાવી દઈએ કે ડેવિડ વોર્નરનો સ્ટેમિના સ્કોર 83 છે, તેમણે હૈદરાબાદ માટે સૌથી વધુ રન બનાવ્યા છે, એવરેજ પ્રતિ ઈનિંગ 35.5 છે. વોર્નરે 52.1 ટકા રન વિકેટ વચ્ચે ભાગીને લીધા છે. પ્રતિ ઈનિંગ વોર્નર એવરેજ 60 બોલ સુધી મેદાનમાં ઉભા રહે છે. મનોજ તિવારીએ કહ્યું કે આઈપીએલ માત્ર ચાર છગ્ગા વાળી વાત નથી, તમારે લાંબી ઈનિંગ રમવાની જરૂરત છે, પરંતુ વિકેટ વચ્ચે એક રનને બે રનમાં કન્વર્ટ કરી તમે બીજી ટીમ પર દબાણ નાખી શકો છો.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
david warner changed his role that is why he is playing slo in ipl
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X