• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Day Night Test: બાંગ્લાદેશને ઝાટકો, 106 રનમાં ઑલ આઉટ

|

કોલકાતાઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ઐતિહાસિક ડે-નાઈટ ટેસ્ટ મેચની જબરદસ્ત શરૂઆત થઈ ગઈ છે. પહેલી ઈનિંગમાં ભારતીય બોલર્સે ધમાલ મચાી રાખી છે અને બાંગ્લાદેશને માત્ર 106 રનમાં જ ઓલ આઉટ કરી દીધું છે. ઈશાંત શર્માએ પહેલી મેચમાં 5 વિકેટ ખેરવી છે.

બાંગ્લાદેશના તમામ બેટ્સમેન નિસ્ફળ સાબિત થયા છે. બાંગ્લાદેશ તરફથી સૌથી વધુ રન શદમાન ઈસ્લામે (29) બનાવ્યા છે જ્યારે લિટન દાસે 24 અને નયીમ હસને 19 રન બનાવ્યા છે. બાંગ્લાદેશના 4 બેટ્સમેન 0 રનમાં જ્યારે 2 બેટ્સમેન 1 રન બનાવી પેવેલિયન ભેગા થઈ ગયા હતા.

જણાવી દઈએ કે પિંક બૉલથી રમાઈ રહેલ આ મેચમાં ઈશાંત શર્માએ 12 ઓવરમાં 22 રન આપી 5 વિકેટ ખેરવી છે જ્યારે ઉમેશ યાદવે 7 ઓવરમાં 29 રન આપી 3 વિકેટ ખેરવી છે અને મોહમ્મદ શામીએ 10.3 ઓવરમાં 36 રન આપી 2 વિકેટ ખેરવી છે. આની સાથે જ ભારતીય ટીમ બાંગ્લાદેશ ટીમને વ્હાઈટ વોશ કરવા તરફ આગળ વધી રહી છે.

IND vs BAN: ગુલાબી લાઈટોથી ઝગમગ્યું ઈડન ગાર્ડન્સ, જાણો ખાસ મેદાનની મોટી ઉપલબ્ધીઓIND vs BAN: ગુલાબી લાઈટોથી ઝગમગ્યું ઈડન ગાર્ડન્સ, જાણો ખાસ મેદાનની મોટી ઉપલબ્ધીઓ

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Day Night Test: Bangladesh all out in 106 run
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X