• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

IND vs BAN: ગુલાબી લાઈટોથી ઝગમગ્યું ઈડન ગાર્ડન્સ, જાણો ખાસ મેદાનની મોટી ઉપલબ્ધીઓ

|

કોલકાતાઃ ભારતમાં પહેલા પિંક બૉલ ટેસ્ટ જેમ જેમ નજીક આવી રહ્યો છે, મેચ સ્થળ ઈડન ગાર્ડન્સને ગુલાબી પ્રકાશથી શણગારવામાં આવી રહ્યું છે. સૌરવ ગાંગલુ સ્ટેન્ડ અને જગમોહન ડાલમિયા સ્ટેન્ડ સાથે આખા સ્ટેડિયમને ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના ઐતિહાસિક મેચ માટે તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ અવસર પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના પણ હાજર રહેશે. ઈડન ગાર્ડન્સ દ્વારા આ ઐતિહાસિક ટેસ્ટની મેજબાની કરવી ખુદ માટે એક ખાસ વાત બની જાય છે કેમ કે આ સ્થળ ક્રિકેટ ઈતિહાસના કેટલાક સૌથી યાદગાર મેચનું સાક્ષી બન્યું છે. ત્યારે આવો ઈડન ગાર્ડન્સના ઈતિહાસ પર એક નજર ફેરવીએ.

ઈડન ગાર્ડન્સનો ઈતિહાસ

ઈડન ગાર્ડન્સનો ઈતિહાસ

  • 5 જાન્યુઆરી 1934ના રોજ સ્ટેડિયમનું ઉદ્ઘાટન થયું હતું અને તેથી જ આસ્ટેડિમ એશિયાનું સૌથી જૂનું ટેસ્ટ સ્થળ છે.
  • અહીં અત્યાર સુધીમાં 41 ટેસ્ટ, 30 વનડે અને 7 ટી20 મેચ રમાયા છે અને આ સ્થળ આઈપીએલ ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સનું ઘર છે.
  • અહીં ટેસ્ટમાં વીવીએસ લક્ષ્મણે સૌથી વધુ 1217 રન બનાવ્યા, જ્યારે હરભજન સિંહે સૌથી વધુ 46 વિકેટ ખેરવી છે.
  • લક્ષ્મણ અને મોહમ્મદ અઝહરુદ્દીને આ સ્થળ પર પાચ સદી ફટકારી- જે બધા બેટ્સમેનથી ક્યાંય વધુ છે.
  • રોહિત શર્માએ 2014માં શ્રીલંકા વિરુદ્ધ આ સ્થળે સૌથી વધુ 264 રનનો વનડે આંતરરાષ્ટ્રીય સ્કોર બનાવ્યો હતો.
  • કુલદીપ યાદવ 2017માં કપિલ દેવ અને ચેતન શર્મા બાદ ત્રીજા ભારતીય ક્રિકેટર બની ગયા જેમણે વનડેમાં હેટ્રિક લીધી, જે 2017 ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ હતી.
ઈંગ્લેન્ડ બહાર પહેલો વર્લ્ડકપ ફાઈનલ

ઈંગ્લેન્ડ બહાર પહેલો વર્લ્ડકપ ફાઈનલ

1987માં ઈડન ગાર્ડન્સે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે વર્લ્ડ કપ ફાઈનલની મેજબાની કરી. ઓસ્ટ્રેલિયાએ એલન બોર્ડરની કપ્તાની અંતર્ગત પોતાનો પહેલો 50 ઓવરનો વર્લ્ડ કપ જીત્યો. આ લોર્ડ્સ, ઈંગ્લેન્ડની બહાર પહેલો વર્લ્ડ કપ હતો. અગાઉ લોર્ડ્સે 1975, 1979 અને 1983માં ખિતાબ મેચની મેજબાની કરી હતી.

પહેલો એશિયાઈ ટેસ્ટ ચેમ્પિયનશિપ મેચ

પહેલો એશિયાઈ ટેસ્ટ ચેમ્પિયનશિપ મેચ

ભારતે ઈડન ગાર્ડન્સમાં એશિયાઈ ટેસ્ટ ચેમ્પિયનશિપ મેચમાં પાકિસ્તાનની મેજબાની કરી. આ મેચમાં થોડું સારું પ્રદર્શન પણ જોવા મળ્યું અને 1999માં પાકિસ્તાન વિજેતા બની ગયું. શોએબ અખ્તરનો એ તગડો સ્પેલ આજે પણ ક્રિકેટ પ્રેમીઓની યાદમાં તાજો છે જ્યારે તેમણે સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડને પળભરમાં પેવેલિયન ભેગા કર્યા હતા.

ભારત-બાંગ્લાદેશ વચ્ચે ડે-નાઈટ ટેસ્ટ

ભારત-બાંગ્લાદેશ વચ્ચે ડે-નાઈટ ટેસ્ટ

2015માં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે એડિલેડમાં પહેલો ડે-નાઈટ મેચ રમાયો હતો જે ઓસ્ટ્રેલિયાએ ત્રણ વિકેટથી જીત્યો હતો. ત્યારથી ઓસ્ટ્રેલિયાએ પાંચ ડે-નાઈટ મેચ રમ્યા, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ, શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડીઝે ત્રણ-ત્રણ મેચ રમી છે, જ્યારે ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકાએ બે-બે મેચ રમી છે. હવે 22 નવેમ્બરે ઈડન ગાર્ડન્સમાં ભારત અને બાંગ્લાદેશ આ યાદીમાં સામેલ થઈ જશે. જે બાદ માત્ર અફઘાનિસ્તાન અને આયરલેન્ડ જ એવી બે ટીમ બચશે જેમણે પિંક બૉલ ટેસ્ટ નહિ રમ્યો હોય. જો કે આ ટીમ ટેસ્ટ મેચમાં નવી છે અને જલદી જ આ લાઈનમાં સામેલ થવાની ઉમ્મીદ છે.

IPL 2020: આ વખતે કોણ હશે દિલ્હીનો કેપ્ટન, શ્રેયસ અય્યરે ખુલાસો કર્યો

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Day Night Test: Historic achievements of eden gardern ground
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more