For Daily Alerts
DC vs MI 1st Qualifier: મુંબઇની ધાકડ બેંટીંગ બાદ શાનદાર બોલિંગ, દિલ્હી સામે 57 રને જીત
ઈન્ડિયન પ્રીમિયર લીગની 13 મી સીઝનની પ્રથમ ક્વોલિફાયર મેચમાં, દિલ્હી અને મુંબઇની ટીમો આજે દુબઈના મેદાન પર એકબીજા સાથે ટકરાઇ હતી. મુંબઇ ઇન્ડિયન્સે પ્રથમ બેટીંગ કરતા 5 વિકેટ ગુમાવી 200 રન બનાવ્યા હતા. દિલ્હીએ 201 રનના ટાર્ગેટનો પીછો કરતા 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી માત્ર 143 રન જ બનાવી શક્યું હતુ. આ મેચમાં મુંબઇની 57 રને ભવ્ય જીત થઇ હતી. મુંબઇની ધાકડ બેટીંગ બાદ જસપ્રીત બુમરાહ અને ટ્રેંટ બોલ્ટની શાનદાર બોલીંગે દિલ્હીને ભારે દબાવમાં લાવી દીધું હતુ. બુમરાહે 4 વિકેટ તથા બોલ્ટે 2 વિકેટ ઝડપી હતી.
DC vs MI 1st Qualifier: મુંબઇએ પ્રથમ બેટીંગ કરતા બનાવ્યા 200 રન
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો