For Daily Alerts
DC vs MI 1st Qualifier: મુંબઇએ પ્રથમ બેટીંગ કરતા બનાવ્યા 200 રન
ઈન્ડિયન પ્રીમિયર લીગની 13 મી સીઝનની પ્રથમ ક્વોલિફાયર મેચમાં, દિલ્હી અને મુંબઇની ટીમો આજે દુબઈના મેદાન પર એકબીજા સાથે ટકરાવા જઈ રહી છે, જ્યાં બંને ટીમો ફાઇનલમાં પહોંચવા જીત મેળવવા ઇચ્છશે. જ્યારે મુંબઈની ટીમ 7મી વખત ફાઇનલમાં પહોંચી પાંચમી વખત ખિતાબ જીતવા માગે છે, ત્યારે દિલ્હી કેપિટલ્સની ટીમ 13 વર્ષમાં પહેલી વાર ફાઇનલમાં પહોંચવા માંગશે.
મુંબઇ ઇન્ડિયન્સે પ્રથમ બેટીંગ કરતા 5 વિકેટ ગુમાવી 200 રન બનાવ્યા હતા. મુંબઇને 200 રન સુધી પહોંચવા માટે સુર્યકુમાર યાદવની 51 રન અને ઇશાન કીશનની 55 રનની ઇનિંગ આભારી છે. દિલ્હીએ જીતવા માટે 20 ઓવરમાં 201 રન બનાવવાના રહેશે.
DC vs MI 1st Qualifier: શ્રેયસ ઐયરે જીત્યો ટોસ, પ્રથમ બેટીંગ કરશે મુંબઇ
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો