For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: મીડિયા સામે રડી પડ્યા સ્ટીવ સ્મિથ, માંગતા રહ્યા માફી

બોલ ટેમ્પરિંગ આરોપમાં એક વર્ષ માટે સ્ટીવ સ્મિથ ને બેન કરી દેવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયા કેપ્ટન સ્ટીવ સ્મિથ મીડિયા સામે પોતાનું દર્દ વ્યક્ત કરી રડી પડ્યા હતા.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

બોલ ટેમ્પરિંગ આરોપમાં એક વર્ષ માટે સ્ટીવ સ્મિથ ને બેન કરી દેવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયા કેપ્ટન સ્ટીવ સ્મિથ મીડિયા સામે પોતાનું દર્દ વ્યક્ત કરી રડી પડ્યા હતા. દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસે કેમરૂન બેન્ક્રોફ્ટ બોલ ટેમ્પરિંગ કરતા પકડાઈ ગયા. ત્યારપછી સ્ટીવ સ્મિથે કેપ્ટન તરીકે સ્વીકાર કર્યું કે બોલ ટેમ્પરિંગ પ્લાનિંગ સાથે કરવામાં આવ્યું હતું અને તેમને તેના વિશે પુરી જાણકારી હતી. પરંતુ જયારે આફ્રિકા થી ઓસ્ટ્રેલિયા આવ્યા પછી સ્ટીવ સ્મિથ મીડિયા સામે આવ્યા ત્યારે તેઓ પોતાના આંસુ રોકી શક્યા નહીં અને રડવા લાગ્યા. એટલું જ નહીં પરંતુ સ્ટીવ સ્મિથે માફી માંગતા કહ્યું કે તેમની આ ભૂલ તેમને જીવનભર સતાવશે.

હું પુરી દુનિયા પાસે માફી માંગુ છું, મને માફ કરો

હું પુરી દુનિયા પાસે માફી માંગુ છું, મને માફ કરો

સ્ટીવ સ્મિથે પ્રેસ કોન્ફ્રન્સ ચાલુ કરતા જ કહ્યું કે "બધા જ સાથી ખેલાડીઓ, આખા વિશ્વમાં રહેલા ક્રિકેટ ફેન્સ જેઓ નિરાશ અને નારાજ છે અને ઑસ્ટ્રેલિયાઇ લોકો પાસે માફી માંગુ છું" સ્ટીવ સ્મિથે જણાવ્યું કે તેઓ આખી ઘટના વિશે જવાબદારી લે છે. તેમને આગળ જણાવ્યું કે તેઓ પોતાની ભૂલ સુધારવા માટે બધું જ કરી શકે છે.

ખુબ જ નિરાશ છું

સ્ટીવ સ્મિથે આગળ જણાવ્યું કે મને ખબર છે કે મને આખી જિંદગી આ વાતનો પસ્તાવો રહેશે. હું ખુબ જ નિરાશ છું. હું આશા કરું છું કે સમય સાથે હું મારુ ખોવાયેલું સમ્માન અને લોકોની ક્ષમા પાછી મેળવી શકું.

ક્રિકેટ મારુ જીવન છે

ક્રિકેટ મારુ જીવન છે

સ્ટીવ સ્મિથે જણાવ્યું કે ક્રિકેટ દુનિયાની બેસ્ટ ગેમ છે. જે તેમનું જીવન છે. સ્ટીવ સ્મિથે જણાવ્યું કે તેઓ આશા રાખે છે કે ક્રિકેટ ફરી તેમનું જીવન બનશે. તેઓ ખુબ જ દુઃખી છે અને તેઓ ખુબ જ નિરાશ છે.

હું કોઈને પણ દોષ નથી આપતો

હું કોઈને પણ દોષ નથી આપતો

સ્ટીવ સ્મિથે જણાવ્યું કે તેઓ કોઈને પણ દોષ નથી આપતા. તેઓ ઓસ્ટ્રેલિયા ટીમના કેપ્ટન છે અને આખી ઘટના તેમની નજરમાં થયી છે. જે કઈ પણ થયું તેની તેઓ જવાબદારી લે છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Devastated steve smith has broken down repeatedly his press conference in sydney.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X