ખતરામાં છે સચિનનો વર્લ્ડ રેકોર્ડ, વોર્નર માત્ર 173 રનથી જ દૂર
નવી દિલ્હીઃ ક્રિકેટ એક એવી રમત છે જ્યાં કેટલાય રેકોર્ડ્સ બને છે તો કેટલાય ટૂટે છે. ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સમાં ચાલી રહેલ આઈસીસી વર્લ્ડ કપમાં પણ બોલર્સ અને બેટ્સમેનોએ ધમાલ મચાવ્યો છે. બોલર્સમાં મિચેલ સ્ટાર્કનો કહેર છે જે 7 મેચમાં 19 વિકેટ ખેરવી ચૂક્યો છે તો બેટિંગમાં ડેવિડ વોર્નર છે જેનું બેટ સતત રન ફટકારી રહ્યું છે. વોર્નર અત્યાર સુધીમાં 7 મેચ રમ્યો જેમાંથી તેણે 2 સદી અને 3 ફિફ્ટી ફટકારી છે. જો તેમનું બેટ આવી જ રીતે ચાલતું રહેશે તો ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરનો આઈસીસીના આ મોટા ટૂ્ર્નામેન્ટમાં બનેલ રેકોર્ડ તૂટી જશે.

વોર્નરને જોઈ માત્ર 173 રન
ઉલ્લેખનીય છે કે સિનના નામે કોઈ એક વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે, જેનો પીછો વોર્નર કરી રહ્યો છે. સચિને 2003ના વર્લ્ડ કપમાં 11 મેચમાં 61.18ની એવરેજથી 673 રન બનાવ્યા હતા, જેમાં 1 સદી અને 6 ફિફ્ટી સામેલ હતી. સચિને 2003 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવતા ગોલ્ડન બૈટ અવોર્ડ જીત્યો હતો. એ વર્ષે ભારત સૌરવ ગાંગુલીની કપ્તાનીમાં ફાઈનલમાં પહોંચ્યું હતું, પરંતુ ફાઈનલમાં તેમણે ઓસ્ટ્રેલિયાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે વોર્નર ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સમાં ચાલી રહેલ વર્લ્ડ કપમાં સચિનને આ રેકોર્ડ તોડવાની નજીક છે. સચિનના રેકોર્ડની બરાબરી માટે વોર્નરને 173 રન જોઈએ છે. જે બનતા જ વોર્નરના નામે કોઈ એક વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ નોંધાઈ જશે. જણાવી દઈએ કે વોર્નરે અત્યાર સુધીમાં 7 મેચ રમી છે જેમાં 83.33ની એવરેજથી તેણે 500 રન બનાવી લીધા છે.

હજુ ત્રણ મેચ તો રમવાની જ છે
જેવી રીતે વોર્નરનું બેટ ચાલી રહ્યું છે તેને જોતા તે આ વર્લ્ડ રેકોર્ડને જલદી જ તોડી મૂકશે. વોર્નર પાસે હજુ પણ લીગની 2 મેચ બાકી છે. જે બાદ એક સેમીફાઈનલ મેચ પણ તેણે રમવાની નક્કી જ છે, કેમ કે ઓસ્ટ્રેલિયામાં મંગળવારે ઈંગ્લેન્ડને હરાવી 12 અંકો સાથે સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. એવામાં સંભાવના પૂરી છે કે સચિનનો આ રેકોર્ડ તૂટી શકે.

કોઈ એક વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર 5 બેટ્સમેન
- સચિન તેંડુલકર- 11 મેચમાં 673 રન, વર્ષ 2003
- મેથ્યૂ હેડન- 11 મેચમાં 659 રન, વર્ષ 2007
- મહેલા જયાવર્ધને- 11 મેચમાં 548 રન, વર્ષ 2007
- માર્ટિન ગુપ્ટિલ- 9 મેચમાં 547 રન, વર્ષ 2015
- કુમાર સાંગાકારા- 9 મેચમાં 547 રન, વર્ષ 2015

આ ખેલાડી પણ રેકોર્ડ તોડી શકે
આ રેકોર્ડને તોડવા માટે માત્ર વોર્નર જ રેસમાં નથી. વોર્નરની પાછળ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિંચ પણ છે. ફિંચે પણ આ વર્લ્ડ કપમાં 2 સદી અને 3 ફિફ્ટી લગાવી છે. જે વર્નરથી માત્ર 4 રન જ પાછળ છે. પરંતુ હવે જોવાનું દિલચસ્પ રહેશે કેઆ બંનેમાંથી કયો ખેલાડી સચિનનો રેકોર્ડ તોડી શકશે.
વર્લ્ડ કપઃ શાકિબે ટીમ ઈન્ડિયાને 2 જુલાઈ માટે આપી દીધી ચેતવણી
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો