ભારતીય આર્મી સાથે કાશ્મીરમાં મોર્ચો સંભાળવા પહોંચ્યા ધોની, જુઓ તસવીરો
નવી દિલ્હીઃ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સેના પ્રત્યે પોતાની જવાબદારીને સંભાળવા માટે કાશ્મીર પહોંચી ચૂક્યા છે. તેમણે પોતાની યૂનિટ જોઈન કરી ડ્યૂટી પણ સંભાળી લીધી છે. માનવામાં આવી રહ્યું છે કે ધોની અહીં 15 ઓગસ્ટ સુધી રોકાશે. જો કે ધોની ઈચ્છે તો તેમને કાશ્મીરમાં જ બે મહિનાનો સેવાકાળ આપવામાં આવી શકે છે. હાલ તો આ નક્કી છે કે ધોની 15 ઓગસ્ટે થનાર સ્વતંત્રતા દિવસ સમારોહમાં સામેલ થશે. પોતાની ડ્યૂટી દરમિયાન તેઓ જવાનો સાથે પેટ્રોલિંગ, ગાર્ડ ડ્યૂટી અને પોસ્ટ ડ્યૂટી સંભાળતા જોવા મળશે.

વિક્ટર ફોર્સ મુખ્યાલય પહોંચ્યા ધોની
ધોની બુધવારે બપોરે શ્રીનગર પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ સીધા દક્ષિણ કાશ્મીર સ્થિત સેનાના વિક્ટર ફોર્સ મુખ્યાલયે પહોંચ્યા છે. જણાવી દઈએ કે ધોની જે 106 ટેરીટોરિયલ આર્મીમાં માનદ લેફ્ટિેન્ટ કર્નલ છે, તે આ ફોર્સને જ આધીન છે. વિક્ટર ફોર્સ રાષ્ટ્રીય રાઈફલ્સનો જ એક અંગ હોય ચે અને તેને અમુક ખતરનાક મિશનથી નિપટવાનું કામ સોંપવામાં આવે છે. ઉત્તર-પૂર્વના રાજ્યોમાં ઉગ્રવાદ પર કાબૂ મેળવવા માટે 1990માં તેની રચના થઈ હતી. કાશ્મીર ઘાટીમાં રાષ્ટ્રીય રાઈફલ્સના વિક્ટર ફોર્સની તહેનાતી અનંતનાગ, પુલવામા, શોપિયા, કુલગામ અને બડગામમાં છે.

આતંકવાદીઓ સામેના સક્રિય અભિયાનોનો ભાગ બનશે?
આ પહેલા જ સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે ધોની પોતાની ડ્યૂટી દરમિયાન એક સામાન્ય સૈનિક અધિકારીના તમામ કર્તવ્યો પૂરાં કરશે. જણાવવામાં આવી રહ્યું છે કે તેમને કોઈપણ અથડામણ કે આતંકીઓ વિરુદ્ધ ચલાવવામાં આવનાર અભિયાનોથી દૂર રાખવામાં આવશે. થલસેના પ્રમુખ બિપિન રાવત પણ કહી ચૂક્યા છે કે ધોનીી સાથે આ દરમિયાન એક અધિકારીની જેમ વ્યવહાર કરવામાં આવશે. તેમને કોઈપણ પ્રકારની સુરક્ષા આપવામાં નહિ આવે. તેઓ એક સૈન્ય અધિકારી તરીકે અહીં તહેનાત રહેશે અને તેમના રેન્કના અધિકારીઓ જે કામ કરે છે તેજ કામ કરશે. એટલે કે તેઓ સામાન્ય સૈનિક તરીકે લોકોના રક્ષકની ભૂમિકા નિભાવશે.
|
અગાઉ પણ બે વખત કાશ્મીર આવી ચૂક્યા છે
ધોનીનો આ પહેલું કાશ્મીર અભિયાન નથી. તેઓ 2012માં પણ સેના સાથે એક અઠવાડિયાનું અભિયાન વિતાવતી વખતે કાશ્મીરમાં રહ્યા હતા. તે સમયે તેમણે વિવિધ જગ્યાએ સૈન્યકર્મિઓ અને અધિકારીઓ વચ્ચે જઈ પોતાનું મનોબળ વધાર્યું હતું. તેઓ ઉડી સેક્ટરની સાથે એલઓસી નજીકના વિસ્તારોમાં પણ ગયા હતા. બીજી વખત ધોની 2017માં આવ્યા હતા અને ત્યારે પણ તેઓએ કેટલાય સૈન્ય કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.
દીયા મિર્ઝાના તૂટ્યા લગ્ન, 11 વર્ષ બાદ પતિ સાહિલ સંઘાથી થઈ અલગ
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો