For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહેન્દ્ર સિંહ ધોની ટેક્સ ભરવામાં પણ આગળ, આટલી મોટી રકમ ચૂકવી

ક્રિકેટ મેદાન પર નવા નવા રેકોર્ડ બનાવનાર મહેન્દ્ર સિંહ ધોનીએ મેદાન બહાર પણ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. ધોનીનો આ નવો રેકોર્ડ ટેક્સ ભરવાનો છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ક્રિકેટ મેદાન પર નવા નવા રેકોર્ડ બનાવનાર મહેન્દ્ર સિંહ ધોનીએ મેદાન બહાર પણ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. ધોનીનો આ નવો રેકોર્ડ ટેક્સ ભરવાનો છે. મળતી ખબરો અનુસાર મહેન્દ્ર સિંહ ધોનીએ વર્ષ 2017-2018 માં 12.17 કરોડ રૂપિયા ટેક્સ રૂપે જમા કરાવ્યા છે. ઈન્ક્મની આ રકમ બિહાર અને ઝારખંડમાં સૌથી વધારે છે. આઇટી હેડક્વાટર (બિહાર અને ઝારખંડ) ની જોઈન્ટ કમિશનર નિશા અરોનના જણાવ્યા અનુસાર ધોનીએ વર્ષ 2017-2018 માં બિહાર અને ઝારખંડ વિસ્તારમાં સૌથી વધારે ટેક્સ જમા કરાવ્યો છે.

પહેલા પણ મોટી રકમ જમા કરાવી ચુક્યા છે

પહેલા પણ મોટી રકમ જમા કરાવી ચુક્યા છે

ધોનીએ આ વર્ષે સૌથી વધુ ટેક્સ ભરવાનો કારનામો પોતાને નામે કર્યો છે. જો પહેલાના આંકડા જોવામાં આવે તો ધોની પહેલા પણ ભારે રકમ ટેક્સ તરીકે જમા કરાવી ચુક્યા છે. 2016-17 વર્ષ દરમિયાન ધોનીએ 10.93 કરોડ રૂપિયાનો ટેક્સ જમા કરાવ્યો હતો. જયારે ધોની વર્ષ 2013-14 દરમિયાન પણ આ વિસ્તારમાં સૌથી વધુ ટેક્સ આપનાર વ્યક્તિ હતા.

મહેન્દ્ર સિંહ ધોનીની કુલ સંપત્તિ

મહેન્દ્ર સિંહ ધોનીની કુલ સંપત્તિ

વર્ષ 2015માં ફોર્બ્સ અનુસાર મહેન્દ્ર સિંહ ધોનીની કુલ સંપત્તિ 111 મિલિયન ડોલર (લગભગ 765 કરોડ રૂપિયા) હતી. તે જ વર્ષે ધોનીએ લગભગ 217 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જેમાં લગભગ 24 કરોડ રૂપિયા તેની સેલરી હતી જયારે બાકીની રકમ તેમને વિજ્ઞાપન ઘ્વારા કમાયી હતી. ધોની ટેસ્ટ ક્રિકેટ છોડી ચુક્યા છે અને તેઓ વનડે અને ટી20 ક્રિકેટ માંથી કપ્તાની પણ છોડી ચુક્યા છે.

ધોનીના બિઝનેસ

ધોનીના બિઝનેસ

ક્રિકેટ સિવાય ધોનીના બિઝનેસ વિશે વાત કરવામાં આવે તો ઇન્ડિયન સુપર લીગમાં તેમની એક ફૂટબૉલ ટીમ છે. જયારે હોકી ઇન્ડિયા લીગમાં તેઓ રાંચી ટીમના જોઈન્ટ ઓનર છે. તેના સિવાય તેમને "સેવન" નામની કપડાંની બ્રાન્ડ વર્ષ 2017 દરમિયાન શરુ કરી હતી. ધોની પોતાના શહેર રાંચીમાં એક ફાઈવ સ્ટાર હોટલ બનાવવા માંગે છે, તેના માટે તેમને રાજ્ય સરકાર પાસે પરમિશન પણ માંગી છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
MS Dhoni became the highest tax payer in bihar and jharkhand
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X