• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ક્રિકેટમાં વપરાતી રેડ અને પિંક બોલમાં શું ફરક છે? જાણો

|

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ બાંગ્લાદેશ વિરુદ્ધ પોતાની પહેલી ડે નાઈટ ટેસ્ટ મરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. 22 નવેમ્બરથી શરૂ થનાર આ ટેસ્ટની તૈયારીમાં એક મહિનાથી પણ ઓછો સમય બચ્યો છે અને બધાનું આખું ફોકસ ગુલાબી બોલ એટલે કે પિંક બૉલ પર ચાલ્યું ગયું છે. ડે નાઈટ ટેસ્ટ મેચમાં ભારતની નજરથી જોઈએ તો સૌથી મોટો પડકાર દુધિયા પ્રકાશ નહિ બલકે પિંક બોલ જ છે. બીસીસીઆઈએ આના માટે એસજી કંપનીને 72 બોલનો ઓર્ડર આપી દીધો છે.

પિંક વર્સિસ રેડ બોલ

પિંક વર્સિસ રેડ બોલ

બીસીસીઆઈનું આખું ફોકસ આ વાત પર છે કે આ ગુલાબી બોલ કોઈપણ સ્થિતિમાં લાલ બોલ જેવો જ વર્તાવ કરે ટાઈમ્સ ઑફ ઈન્ડિયા સાથે વાતચીત કરતા એસજી કંપનીના નિદેશક આનંદે કહ્યું કે, ખેલાડીઓ પાસેથી અમે ફિડબેક મેળવ્યા છે. પિંક બોલને પણ રેડ બોલ જેવો જ વર્તાવ કરાવવાની અમારી કોશિશ છે. પિંક બોલની સૌથી મોટી સમસ્યા તેના રંગ અને શેપને લઈને છે જે યથાવત રાખવો મુશ્કેલ સાબિત થાય છે જેને પગલે રિવર્સ સ્વિંગ કરાવવું પડકારજનક સાબિત થશે. કંપની મુજબ લાલ બોલનો રંગ ઘેરો હોય છે જેનાથી ખેલાડીઓને બોલ ચમકાવવામાં અને આખો દિવસ સ્વિંગ હાંસલ કરવામાં મદદ મળે છે. પિંક બોલ પહેલે જ ચમકીલા રંગમાં આવે છે. આ વાત ઠીક કરવા પર અમે કામ કરી રહ્યા છીએ. જણાવી દઈએ કે જ્યારે બોલની ઉપરી ચમકીલી પરત ટૂટવા લાગે છે ત્યારે ટીમ એક સપાટીથી દડાને ચમકાવવાનો પ્રયાસ કરે છે અને બીજી તરફ તેનો રંગ ઉડવા દે છે. જે ટીમ જેટલી સારી બોલ બાવે છે, તેને એટલી જ સારી રિવર્સ સ્વિંગ હાંસલ થાય છે.

મેદાનની પણ મહત્વની ભૂમિકા હોય છે

મેદાનની પણ મહત્વની ભૂમિકા હોય છે

બધાએ જોયું જ હશે કે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પાછલી સીરિઝમાં ભારતીય ટીમ મેનેજમેન્ટે ભારતીય પિચ પર પણ પોતાની આક્રમક ગતિથી અટેક કરતા રિવર્સ સ્વિંગ હાંસલ કર્યો છે જેણે પેપર્સના શાનદાર પ્રદર્શનમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. ઈડન ગાર્ડનના પિચ પર સામાન્યથી વધુ ઘાંસ હોવાની સંભાવના છે અને ઝાકળ સાથે સાંજે થોડો પ્રભાવ પડવાની સંભાવના છે. જેને પગલે સ્પિનર્સની મુખ્ય ભૂમિકા નિભાવવાની ઉમ્મીદ નહિ રહે. આગલા અઠવાડિયા સુધી બેલને બીસીસીઆઈ સુધી પહોંચાડી દેવામાં આવશે. જે બાદ બોર્ડ ટેસ્ટ વિશેષજ્ઞો જેવા કે મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, ઈશાંત શર્મા, ચેતેશ્વર પુજારાને બોલનો પયોગ કરવા માટે પર્યાપ્ત સમય આપવામાં આવશે. ભારતીય ટીમે પાછલા વર્ષે લાલ એસજી બોલની ગુણવત્તાને લઈ ફરિયાદ કરી હતી. જો કે આનંદ માને છે કે તેમણે આ મુદ્દાને ઉકેલી લીધો છે. આનંદે દાવો કર્યો કે, 'બોલને અમે વધુ હાર્ડ બનાવી દીધો છે અને ભારતીય ટીમે સકારાત્મક પ્રતિક્રિયા આપી છે. ગુલાબી બોલમાં પણ અમે આ કઠોરતા પૂનરાવર્તિત કરવાની કોશિશ કરી છે.'

અત્યાર સુધી ભારતમાં ગુલાબી બોલનું પ્રદર્શન ખરાબ રહ્યું

અત્યાર સુધી ભારતમાં ગુલાબી બોલનું પ્રદર્શન ખરાબ રહ્યું

જ્યારે બીસીસીઆઈએ 2016માં દુલીપ ટ્રોફીમાં ગુલાબી બોલનો ઉપયોગ કરવાનો ફેસલો લીધો હતો, ત્યારે તેના પરિણામ ઉત્સાહજનક નહોતાં. ગુલાબી બોલથી રમનાર ભારતીય ટીમના એક સભ્યએ ટીઓઆઈને જણાવ્યું કે, દડાએ ઘણો રંગ ગુમાવી દીધો હતો. તેને પકડવો બહુ મુશ્કેલ થઈ રહ્યું હતું. ખાસ કરીને સાંજ પડ્યા બાદ સ્પિનર્સે દડાને 30 ઓવર્સ બાદ બહુ નરમ થઈ ગયો હોવાનું જણાવ્યું. તેમના માટે બોલ પર ઉછાળ લાવવો બહુ મુશ્કેલ હતું. આનંદનો દાવો છે કે એસજીએ બે વર્ષ સુધી ગલાબી બોલના વ્યવહારનું અધ્યયન કર્યું છે અને સમય સાથે તેમણે બોલમાં ઘણા સુધારા કરી લીધા છે. તેમણે કહ્યું કે, મેજબાન દેશોમાં ઉપલબ્ધ પરિસ્થિતિઓ મુજબ દરેક બ્રાન્ડની પોતાની તાકાત અને કમજોરી હોય છે. અમે બોલ પર લાગતી પૉલિસ અને કોટિંગની માત્રા સંતુલિત કરવાની કોશિશ કરી છે.

ભારતીય ક્રિકેટ ટીમ પર થઇ શકે છે આતંકી હુમલો, કોહલી છે નિશાનો

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
difference between red ball and pink ball
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X