For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Ind Vs Eng: કોહલીને અગ્નિપરીક્ષા પહેલા ભગવાનનો સાથ મળ્યો

ભારતીય ક્રિકેટમાં હાલમાં ટોચ પર ચાલી રહેલા વિરાટ કોહલી માટે હવે ભારે અગ્નિપરીક્ષા આવી ચુકી છે. ભારતમાં ઇંગ્લેન્ડમાં હવે જોરદાર ટક્કર મળવા જઈ રહી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ભારતીય ક્રિકેટમાં હાલમાં ટોચ પર ચાલી રહેલા વિરાટ કોહલી માટે હવે ભારે અગ્નિપરીક્ષા આવી ચુકી છે. ભારતમાં ઇંગ્લેન્ડમાં હવે જોરદાર ટક્કર મળવા જઈ રહી છે. વિરાટ કોહલી જ્યાં એક કેપ્ટન તરીકે પોતાની ટીમનું પ્રદર્શન સારું રાખવા માટે પ્રત્યન કરશે, ત્યાં જ બીજી બાજુ તેના પોતાના પ્રદર્શન પર પણ લોકોની નજર રહેશે. કોહલીની આ અગ્નિપરીક્ષામાં તેને ક્રિકેટના ભગવાન એવા સચિન તેંડુલકરનો સાથ મળ્યો છે. સચિને હાલમાં જ વિરાટ કોહલીનું મનોબળ વધારતા કહ્યું કે તેઓ લાંબા સમય સુધી ક્રિકેટમાં ટોચ પર રહેશે.

Ind Vs Eng

સચિને જણાવ્યું કે તેઓ હંમેશા વિરાટ કોહલીની આંખોમાં તે આગ અને ભૂખ જોઈ શકે છે. વિરાટ કોહલી વિશે સૌથી સારી બાબત છે કે જ્યારે પણ લાગે છે કે તેમને કોઈ વિભાગમાં કામ કરવાની જરૂર છે તો તેઓ તરત નેટમાં જઈને તે વસ્તુઓ પર કામ કરે છે. સચિન તેંડુલકર ઘ્વારા જણાવવામાં આવ્યું કે એક ખેલાડી ત્યારે જ આગળ વધી શકે જયારે તે સ્વીકાર કરે કે તેમને આ વિભાગમાં કામ સારું નથી અને તેમને તેમાં બદલાવની જરૂર છે.

આપણે જણાવી દઈએ કે વિરાટ કોહલી અત્યારસુધી 66 ટેસ્ટ મેચોમાં 53.40 એવરેજ સાથે 5554 રન બનાવી ચુક્યા છે. તેઓ ચાર વર્ષ પહેલા ઇંગ્લેન્ડ ટૂર પર અસફળ સાબિત થયા હતા. પાંચ ટેસ્ટમાં તેમને 13.40 એવરેજ સાથે ફક્ત 134 રન જ બનાવ્યા હતા.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Ind Vs Eng: Sachin Tendulkar praises virat kohli before first test match
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X