For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદ પિચની સત્તાવાર ફરિયાદ કરવાના મૂડમાં છે ઈંગ્લેન્ડ

અમદાવાદ પિચની સત્તાવાર ફરિયાદ કરવાના મૂડમાં છે ઈંગ્લેન્ડ

|
Google Oneindia Gujarati News

ભારત અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચાલી રહેલ હાલની સિરીઝમાં પિચને લઈ સતત દલીલો ચાલી રહી છે. પાછલી ત્રણ ટેસ્ટ મેચમાં પિચમાં જબરદસ્ત ટર્નના કારણે સ્પિન બોલિંગને ઘણી મદદ મળી છે. ચેન્નઈમાં રમાયેલ બીજી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાના સ્પિન બોલર સમક્ષ ઈંગ્લેન્ડના બેટ્સમેન બેબસ જોવા મળ્યા હતા તો ત્રીજી ટેસ્ટ મેચમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઈંગ્લિશ બેટ્સમેનોએ ભારતીય સ્પિન બોલર્સ સામે ગાર્ડ્સ નીચે કરી દીધાં હતાં. ત્રીજી ટેસ્ટ મેચ માત્ર બે દિવસમાં જ ખતમ થઈ ગઈ અને માત્ર બે દિવસમાં 30 વિકેટ ખેરવી, જેમાંથી 29 વિકેટ સ્પિન બોલર્સે લીધી. પરંતુ જેવી રીતે ત્રીજી ટેસ્ટ મેચ આટલા ઓછા સમયમાં પૂરી થઈ તે બાદ ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે પિચની ટીકા કરતાં સવાલો ઉઠાવ્યા છે અને આઈસીસીને આ મામલે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જો કે હજી સુધી ઈંગ્લેન્ડ તરફથી પિચને લઈ કોઈ સત્તાવાર ફરિયાદ નોંધવામાં નથી આવી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે હવે ઈંગ્લેન્ડની ટીમ પિચની સત્તાવાર ફરિયાદ કરવાનું મન બનાવી ચૂકી છે.

પિચથી ખુશ નથી ઈંગ્લેન્ડ

પિચથી ખુશ નથી ઈંગ્લેન્ડ

ડેલી મેલના રિપોર્ટ મુજબ ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટ ્ને મુખ્ય કોચ ક્રિસ સિલ્વરવુડ અમદાવાદની પિચને લઈ મેચના રેફરી જવાગલ શ્રીનાથ સાથે સત્તાવાર ફરિયાદ નોંધાવશે. જણાવી દઈએ કે ત્રીજી ટેસ્ટ મેચ 1935 બાદ સૌથી ઓછા સમયમાં પૂરી થનાર મેચ છે, મેચમાાં પહેલા જ દિવસે સ્પિન બોલરને જબરદસ્ત સ્પિન મળી રહ્યો હતો, જે કારણે સ્પિનન બોલરને રમતાં બેટ્મેનોને ખુબ પરેશાનીનો સાવ પડ્યો હતો. ઈંગ્લેન્ડના કોચનું કહેવું છે કે આ બીજીવાર છચે જ્યારે પિચ રમવા લાયક નહોતી. પહેલાં ચેન્નઈ અને પછી અમદાવાદની પિચ શરૂઆતથી જ બહુ વધુ ટર્ન કરી રહી હતી જે આઈસીસીના નિયમોનું ઉલ્લંઘન છે.

પિચને લઈ ફરિયાદ કરી શકે છે

પિચને લઈ ફરિયાદ કરી શકે છે

સિલ્વરવુડે કહ્યું કે અમે કેટલાક મુદ્દાઓ પર વાત કરશું. અમે મેચ રેફરી સાથે વાત કરી છે પરંતુ પિચને લઈ તેમની સાથે વાત નથી થઈ. હવે મેં ને જો રૂટે આગળ શું કરવું તેને લઈ વાત કરી છે. જણાવી દઈએ કે અગાઉ રૂટે અને સિલ્વરવુડે મેચ દરમ્યાન અમ્પ્યારના સ્તરને લઈ સવાલ ઉઠાવ્યા હતા અને ફરિયાદ કરી હતી. સાથે જ કહેવામાં આવ્યું હતું કે ટીવી અંપાયર શમશુદ્દીને ફેસલામાં થોડો સમય લેવો જોઈતો હતો.

ચોથી ટેસ્ટ મહત્વની

ચોથી ટેસ્ટ મહત્વની

જણાવી દઈએ કે આ બધાની વચ્ચે ચોથી ટેસ્ટ મેચ માટે ક્રિસ વોક્સ ટીમ માટે ઉપલબ્ધ નહિ હોય. જણાવી દઈએ કે ક્રિસ વોક્સે ટીમ તરફથી એકપણ મેચ નથી રમી અને હવે તેઓ પોતાના દેશ પરત જઈ રહ્યા છે. ચાર ટેસ્ટ મેચની સિરીઝમાં ભારત 2-1થી આગળ છે ્ને ચોથી ટેસ્ટમાં જો ભારત ડ્રો પણ કરી લે છે તો આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપના પાઈનલમાં પહોંચી જશે. પરંતુ જો ઈંગ્લેન્ડ આખરી ટેસ્ટમાં જીતી જાય છે તો ટેસ્ટ ચેમ્પિયનશિપનાફાઈનલમાં ઓસ્ટ્રેલિયા પહોંચી જશે.

ધોની માટે આઈપીએલ જીતવા માંગે છે રોબિન ઉથપ્પા, જાણો શું કહ્યુંધોની માટે આઈપીએલ જીતવા માંગે છે રોબિન ઉથપ્પા, જાણો શું કહ્યું

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
England are in the mood to make an official complaint about the Ahmedabad pitch
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X