For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇંગ્લેન્ડે રચ્યો ઇતિહાસ, તોડ્યો પોતાનો જ રેકોર્ડ

ઇંગ્લૅન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી વનડે સિરીઝમાં ઇંગ્લૅન્ડ ટીમ ઘ્વારા ઇતિહાસ રચી દેવામાં આવ્યો છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ઇંગ્લૅન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી વનડે સિરીઝમાં ઇંગ્લૅન્ડ ટીમ ઘ્વારા ઇતિહાસ રચી દેવામાં આવ્યો છે. ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયા સામે બેટિંગ કરતા વનડે ક્રિકેટમાં પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો છે. ઇંગ્લૅન્ડ ટીમે 50 ઓવર મેચમાં 6 વિકેટ ગુમાવીને 481 રન બનાવ્યા હતા.

england

વનડે ઇતિહાસનો આ સૌથી મોટો સ્કોર છે. ઇંગ્લેન્ડે પોતાનો જ જૂનો રેકોર્ડ તોડ્યો છે. આ પહેલા ઇંગ્લેન્ડે પાકિસ્તાન વિરુદ્ધ વર્ષ 2016 દરમિયાન 50 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 444 રન બનાવ્યા હતા. પરંતુ હવે ઇંગ્લેન્ડે પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો છે.

ઇંગ્લેન્ડ તરફથી બેટિંગ કરતા જોની બેરસ્ટરો ઘ્વારા 92 બોલમાં 139 રન બનાવવામાં આવ્યા. જયારે જેસન રોયે 61 બોલમાં 82 રન બનાવ્યા. જયારે ત્રીજા નંબરે રમવા આવેલા એલેક્સ હેલ્સ પણ 92 બોલમાં 147 રન બનાવીને આઉટ થયા હતા. બંને ખેલાડીઓ ઘ્વારા બીજા વિકેટની 151 રન ની ભાગીદારી હતી.

ત્યારપછી કેપ્ટન મોર્ગને પણ ઑસ્ટ્રેલિયન બોલરોની ધુલાઈ કરી નાખી. તેને 30 બોલમાં 6 છક્કા અને ત્રણ ચોક્કા ઘ્વારા 67 રન બનાવ્યા.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
England breaks their own one day international record
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X