• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કેએલ રાહુલે આકાંક્ષા સાથેના સંબંધ પર કર્યો ચોંકાવનારો ખુલાસો

|

નવી દિલ્હીઃ બૉલીવુડ અને ક્રિકેટની વચ્ચેનો સંબંધ બહુ મજબૂત જોવા મળી રહ્યો છે. કેટલાય ભારતીય ક્રિકેટરોએ બૉલીવુડ અભિનેત્રીઓ સાથે પોતાનું દિલ લુંટાવ્યું છે. જેમાં કેટલાકને પોતાનો પ્રેમ મળ્યો તો કેટલાકની લવ સ્ટોરી માત્ર કહાની બનીને રહી ગઈ. કેપ્ટન કોહલીએ અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યાં જ્યારે યુવાજ, હરભજન, જાહીર ખાન પણ બૉલીવુડથી પોતાની પસંદ ચૂંટવામાં સફળ રહ્યા. હવે કેએલ રાહુલને લઈ અહેવાલ ચાલી રહ્યા હતા કે બૉલીવુડ સુપરસ્ટાર આલિયા શેટ્ટીની બેસ્ટ ફ્રેન્ડ આકાંક્ષા રંજન સાથે કેએલ રાહુલનું અફેર છે. આ અહેવાલો પર રાહુલે અત્યાર સુધી ચુપ્પી સાધી લીધી હતી પરંતુ હવે તેમણે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

ખુલાસો કર્યો

ખુલાસો કર્યો

રાહુલે હવે આખરે અફવાઓ પર પ્રતિક્રિયા આપી દીધી. બૉમ્બે ટાઈમ્સ સાથેના ઈન્ટર્વ્યૂમાં રાહુલે ન માત્ર અફવાઓને હંસીમાં ઉડાવી દીધી. કેએલ રાહુલે કહ્યું કે મેં મારા જીવનને ખાનગી રાખતાં સીખી લીધું છે અને આ વિશે હું વાત કરવા માંગતો નથી. હાલ હું ક્રિકેટ માટે પ્રતિબદ્ધ છું. શું તમે એકલા છો કે નહિ પૂછવા પર રાહુલે કહ્યું કે, હું વાસ્તવમાં નથી જાણતો, જ્યારે મને આ ખબર પડશે તો હું ફોન કરીને તમને જણાવી.

અફવાઓ વાયરલ થઈ હતી

અફવાઓ વાયરલ થઈ હતી

ચર્ચાઓ હતી કે લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે પરંતુ સાર્વજનિક રીતે આમાંથી કોઈએ પણ અફેરનો સ્વીકાર નથી કર્યો. કેટલાક રિપોર્ટ એમ પણ જણાવી રહ્યા હતા કે આકાંક્ષા વર્લ્ડ કપ દરમિયાન ટીમ ઈન્ડિયાને ચીયર કરવા માટે ઈંગ્લેન્ડ જનાર હતી. પરંતુ એવું ન થઈ શક્યું પરંતુ આ વચ્ચે આકાંક્ષાએ રાહુલના પ્રદર્શન પર પોતાની નજર જમાવી રાખી. દિલચસ્પ વાત તો એ છે કે આકાંક્ષાએ રાહુલની ફોટોને પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પણ શેર કરી હતી. જે બાદ તેમના અફેરની અટકળો લગાવવી તેજ થઈ ગઈ.

વિંડીઝ પ્રવાસ પર છે રાહુલ

વિંડીઝ પ્રવાસ પર છે રાહુલ

કેએલ રાહુલ હાલ મેદાન પર સારું પ્રદર્શન કરી રહ્યો છે. વર્લ્ડ કપથી પહેલા તેમણે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કિંગ્સ ઈલેવન પંજાબ સાથે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઘાયલ શિખર ધવનની જગ્યા લીધા બાદ રાહુલે ટૂર્નામેન્ટમાં બે ફીફ્ટી અને એક સદી ફટકારી હતી. રાહુલ હાલ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર છે. ભારત પહેલા જ એકદિવસીય અને ટી20 શ્રૃંખલામાં જીત હાંસલ કરી ચૂક્યું છે અને હવે બે ટેસ્ટ શ્રૃંખલાની તૈયારી કરી રહ્યું છે.

ICC T20 વર્લ્ડ કપ સુધી રવિ શાસ્ત્રી જ રહેશે ભારતીય ટીમના હેડ કોચ

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
finally kl rahul breaks his silence on sakshi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more