For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાંગ્લાદેશ ટેસ્ટ: પહેલા દિવસે ભારતની એક પણ વિકેટ નહીં

|
Google Oneindia Gujarati News

ફતુલ્લાહ, 10 જૂન: બાંગ્લાદેશની વિરુદ્ધ ટેસ્ટ મેચના પહેલા દિવસે ભારતે જબરદસ્ત મજબૂત શરૂઆત કરી છે. દિવસની રમત પૂરી થવા સુધી ભારતે 56 ઓવરમાં કોઇ વિકેટ વગર 239 રન બનાવી લીધા. ત્યાં જ વરસાદના પગલે થોડી વાર માટે મેચમાં અડચણના પગલે 34 ઓવરની જ મેચ રમવામાં આવી.

ભારત માટે ઓપનિંગ કરવા માટે ઉતરેલા શિખર ધવન અને મુરલી વિજય પોતાની વિકેટ ટકાવી રાખવામાં સફળ રહ્યા. એક તરફ જ્યાં ધવન ઝડપથી રમતા માત્ર 101 બોલમાં જ સદી ફટકારી દીધી.

test
જ્યારે ધવનનો સાથ આપતા બીજી બાજુ મુરલી વિજયે સંભાળીને રમતા 89 રનોની અણનમ પારી ખેલી જેમાં તેણે 8 ચોગ્ગા અને 1 છગ્ગો લગાવ્યો. દિવસની રમત પૂર્ણ થવા સુધી ધવને 150 રન બનાવ્યા જેમાં તેમણે 21 ચોગ્ગા લગાવ્યા.

બીજી તરફ બાંગ્લાદેશના બોલર ભારતીય ઓપનરની સામે બિલકૂલ ફીકા પડ્યા અને પોતાની અસર છોડવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ રહ્યા. મોહમ્મદ શાહિદે 12 ઓવરમાં 52 રન આપ્યા. જયારે શુવગ્તા હોમે 13 ઓવરોમાં 47 રન આપ્યા.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
At the end of first day play of Bangladesh Test India did not lost any wicket. First day India scored 239 run.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X