For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર બન્યું, એકવાર નહિ બેવાર થયો ટોસ

Video: ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર બન્યું, બેવાર થયો ટોસ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ટી20 લીગમાં હવે ટોસ સિક્કાથી નહિ બલકે બેટથી થવા લાગ્યો છે. આ સાંભળવામાં ભલે થોડું અજીબ લાગે, પરંતુ આ હકીકત છે. સાંભળવાની સાથે જોવામાં પણ આ એટલું જ અજીબ લાગે છે. પરંતુ 21મી સદીના ક્રિકેટમાં આ ખેલની પરંપરા તેજીથી બદલી રહી છે. આઈપીએલ બાદ દુનિયાની સૌથી મોટી ટી20 લીગ માનવામાં આવતી બિગ બેશ લીગમાં બેટ ઉછાળીને ટોસ કરવામાં આવી રહ્યો છે.

ના આ બાજુ ન તે બાજુ

ના આ બાજુ ન તે બાજુ

એવામાં મોટો સવાલ એ છે કે બેટ જો જમીન પર વચ્ચે જ પડે તો શું થાય? સૌકોઈ જાણે છે કે ટોસના હિસાબે બેટ એક ભારે અને મોટી ચીજ છે. જણાવી દઈએ કે અંદજાની વચ્ચે વાસ્તવમાં આવું થઈ ચૂક્યું છે. બિગ બેશમાં એડિલેડ સ્ટ્રાઈકર્સના કેપ્ટન કૉલિન ઈંગ્રામ અને પર્થના કેપ્ટન ટર્નર ટોસ માટે મેદાન પર આવ્યા અને ટર્નરે બેટ ફ્લિપ કર્યુ, પરંતુ બેટ વચમાં જ પડ્યું. એવામાં ટર્નરે પગથી બેટને એકબાજુ પાડીને કહ્યું કે તેઓ ટોસ જીતી ગયા. જો કે તેમણે મજાકમાં પગથી બેટને પાડ્યું હતું.

પહેલીવાર થયો બેવાર ટોસ

બેટ ફ્લિપમાં એવું પહેલી વાર થયું જ્યારે ટોસ બીજીવાર થયો હોય. એકવાર ફરી ટોસ થયો અને આ વખતે હકીકતમાં ટર્નરે ટોસ જીતીને પહેલા બોલિંગની પસંદગી કરી. આ મેચને પર્થે 7 વિકેટથી પોતાના નામે કરી. જણાવી દઈએ કે બિગ બેશની આઠમી સિઝન 19 ડિસેમ્બરથી શરૂ થઈ છે અને કોલિન ઈંગ્રામ બેટથી ટોસ જીતનાર પહેલા કેપ્ટન બન્યા હતા.

બેટથી ટોસની પરંપરા

બેટથી ટોસની પરંપરા

લીગની પહેલી મેચમાં એડિલેડ સ્ટ્રાઈકર અને બ્રિસ્બેન હીટ વચ્ચેના મુકાબલામાં પૂર્વ ઓસ્ટ્રેલિયાઈ બેટ્સમેન મેથ્યૂ હેડને બેટ ઉછાળીને ટોસ કર્યો અને સ્ટ્રાઈકરના કેપ્ટન ઈંગ્રામે ટોસ જીત્યો હતો. પરંતુ હવેથી આ અનોખો નિયમ આવ્યો હતો તો મોટાભાગના લોકોના મગજમાં એક જ સવાલ ચાલી રહ્યો હતો કે બેટ ભારે હોવાથી મેદાનમાં વચ્ચે જ અટકી ગયું તો શું થશે અને હવે આઘટના બાદ સૌકોઈને તેનો જવાબ પણ મળી ગયો.

પીએમ મોદીને વિંછી કહેનારા ઝડફિયાને ભાજપે બનાવ્યા યુપીના પ્રભારીપીએમ મોદીને વિંછી કહેનારા ઝડફિયાને ભાજપે બનાવ્યા યુપીના પ્રભારી

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
first time ever in cricket toss happened twice
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X