For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આખરે યૂનિવર્સલ બૉસ ક્રિસ ગેલે IPLમાં અધવચ્ચેથી જ પંજાબનો સાથ કેમ છોડી દીધો?

આખરે યૂનિવર્સલ બૉસ ક્રિસ ગેલે IPLમાં અધવચ્ચેથી જ પંજાબનો સાથ કેમ છોડી દીધો?

By Staff
|
Google Oneindia Gujarati News

આજે પંજાબ કિંગ્સના સ્ટાર બેટ્સમેન ક્રિસ ગેલ હવે આઈપીએલ 2021ની બાકી બચેલી મેચમાં ટીમનો ભાગ નહીં હોય. આ કેરેબિયન બેટ્સમેને બાયો-બબલના થાકનો હવાલો આપતાં આઈપીએલ બબલ છોડી દીધું છે. ગેલે આઈપીએલના બીજા તબક્કામાં પંજાબ માટે 2 મેચ રમ્યા હતા.

Chris Gayle

હવે તેઓ આ મહિને શરૂ થનાર ટી20 વર્લ્ડ કપ માટે ખુદને ફીટ રાખવા માંગે છે. ઉલ્લેખનીય છે કે ગેલે કેરેબિયન પ્રીમિયર લીગમાં ભાગ લીધા બાદ આઈપીએલ માટે સીધી દુબઈની ઉડાણ ભરી હતી. પંજાબ કિંગ્સે ટ્વીટ કરી આ વાતની જાણકારી આપી છે. ગેલે પંજાબ કિંગ્સ તરફથી જાહેર નિવેદનમાં કહ્યું કે, પાછલા કેટલાક મહિનાઓમાં ક્રિકેટ વેસ્ટઈંડીજ બબલ, કેરેબિયન પ્રીમિયર લીગ બબલ અને પછી આઈપીએલ બબલનો ભાગ રહ્યો છું. હું માનસિક રૂપે રિચાર્જ અને ખુદને તાજો કરવા માંગું છું.

42 વર્ષના ગેલે આગળ કહ્યું, 'હું ટી20 વર્લ્ડ કપમાં ફરીથી વેસ્ટ ઈન્ડીજની મદદ કરવા પર મારું ધ્યાન આપવા માંગું છું અને દુબઈમાં બ્રેક લેવા માંગું છું. મને સમય આપવા માટે પંજાબ કિંગ્સનો ધન્યવાદ. મારી શુભકામનાઓ અને ટીમ સાથે હંમેશા ઉમ્મીદો છે. આગામી મેચ માટે શુભકામનાઓ.'

પંજાબ કિંગ્સના હેડ કોચ અનિલ કુંબલેએ ગેલના આ ફેસલાનું સન્માન કર્યું છે. કુંબલેએ કહ્યું, 'હું ક્રિસ સામે રમ્યો છું અને તેમને પંજાબ કિંગ્સમાં કોચિંગ આપી છે. હું કેટલાય વર્ષોથી તેમને જાણું છું કે તેઓ હંમેશા પૂરી રીતે પ્રોફેશનલ રહે છે અને એક ટીમના રૂપમાં અમે તેમના ફેસલાનું સન્માન કરીએ છીએ. તેઓ ટી20 વર્લ્ડ કપ માટે ખુદને તૈયાર કરવાની ઈચ્છા ધરાવે છે.'

ટીમના સીઈઓ સતીશ મેનને કહ્યું, 'ક્રિસ એક લેજન્ડ છે જેમણે ટી20 ક્રિકેટનો ખેલ બદલી નાખ્યો અને તેમના ફેસલાનું અમે સન્માન કરીએ છીએ. તેઓ પંજાબ કિંગ્સ પરિવારનો ભાગ છે, અને તેમની ઉપસ્થિતિને યાદ કરાશે. અમે તેમને સંપૂર્ણ સમર્થન કરીએ છીએ અને તેમની સફળતાઓની પ્રાર્થના કરીએ છીએ.'

ઉલ્લેખનીય છે કે આજે પંજાબ કિંગ્સ પોતાના ધાકડ બેટ્સમેન ક્રિસ ગેલ વિના જ રમવા માટે ઉતરશે. કોલકાતા નાઈટ રાઈડર્સ સામે આજે પંજાબનો મુકાબલો થનાર છે. જો કે ગેલ આઈપીએલના બીજા તબક્કામાં પંજાબ કિંગ્સ તરફથી માત્ર 2 મેચ જ રમ્યો હતો.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Gayle decided to withraw from ipl because of upcoming ICC T20 World Cup
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X