IPL 2020: ખુદ ગ્લેન મેક્સવેલે જણાવ્યું, આ કારણે આઈપીએલમા રહે છે ફ્લોપ
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝન ચાલુ છે અને પહેલા રાઉન્ડનો ખેલ સમાપ્ત થયા બાદ કિંગ્સ ઈલેવનજ પંજાબની ટીમ માત્ર એક જીત સાથે પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે. જ્યારે આ દરમ્યાન પહેલા રાઉન્ડનો ખેલ સમાપ્ત થયા બાદ દિગ્ગજ ક્રિકેટર્સે આઈપીએલમાં એવા ખેલાડીઓ પર નિશાન સાધ્યું જેમને ઢગલાબંધ રૂપિયા આપી ફ્રેન્ચાઈજિઓએ પોતાની ટમ સાથે જોડ્યા પરંતુ હજી સુધી આપેલા પૈસા પ્રમાણે પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યા. આ લિસ્ટમાં પંજાબ માટે રમનાર ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલનું નામ પણ સામેલ છે.
શનિવારે કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ રમાયેલ મેચમાં પંજાબની ટીમ લગભગ જીતની નજીક જ હતી અને ક્રીજ પર મેક્સવેલ હોવા છતાં ટીમ જીતેલી મેચ હારી ગઈ. જે બાદથી સવાલ ઉઠવા લાગ્યા કે ઓસ્ટ્રેલિયા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરનાર મેક્સવેલ આઈપીએલમાં કયા કારણે ફ્લોપ રહે છે. હવે ખુદ મેક્સવેલે આ સવાલનો જવાબ આપ્યો છે.

જાણો મેક્સવેલે શું કહ્યું
ગ્લેન મેક્સવેલે આઈપીએલમાં સતત પોતાના પ્રદર્શનમાં આવી રહેલી કમીને લઈ ટીમ મેનેજમેન્ટને જવાબદાર ઠેરવી છે અને કહ્યું કે ઓસ્ટ્રેલિયા માટે રમતાં તેમને પોતાની ભૂમિકાની ખબર હોય છે પરંતુ આઈપીએલમાં તેમની ભૂમિકામાં સતત બદલાવ થતો રહે છે જેનો ફરક તેમના પ્રદર્શનમાં જોવા મળે છે.
ઉલ્લેખનીય છે કે મેક્સવેલ ઈંગ્લેન્ડ વિરુદ્ધ શાનદાર સદી લગાવ્યા બાદ આઈપીએલમાં ભાગ લેવા પહોંચ્યા હતા. આ સીરીઝમાં તેમણે 7મા નંબરે બેટિંગ કરતાં ટીમને 2 મેચમાં જીત અપાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી.

મેક્સવેલે જણાવ્યું આઈપીએલ અને આંતરરાષ્ટ્રીય સ્તરે શું ફેર હોય
ન્યૂજ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતાં ગ્લેન મેક્સવેલે કહ્યું કે તેમને કેવી રીતે આઈપીએલમાં પોતાના પ્રદર્શનમાં કમી અને ઓસ્ટ્રેલિયા માટે રમતાં પોતાની ક્ષમતા પાછળનું કારણ સમજમાં આવ્યું.
તેમણે કહ્યું કે, ‘હું મારા આઈપીએલ અને ઓસ્ટ્રેલિયાઈ ટીમના કરિયરની સરખામણી નહિ કરીશ. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મારી ભૂમિકા સ્પષ્ટ હોવાના પગલે જ એ સ્તરે શાનદાર પ્રદર્શન કર્યું છે. જો કે આઈપીએલમાં આ ચીજ સ્પષ્ટ નથી હોતી. અહીં બહુ ઓછી ટીમ હોય છે જે પોતાના પ્લેઈંગ 11માં બદલાવ નથી કરતી, જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તર પર અમે એક જેવી ટીમ સાથે જ રમતા જોવા મળીએ છીએ અને અમને અમારી ભૂમિકા વિશે માલૂમ હોય છે.'

મેક્સવેલને પંજાબે 10.75 કરોડમાં ખરીદ્યો હતો
ઉલ્લેખનીય ચે કે પાછલા વર્ષે મેંટલ હેલ્થ સાથે જોડાયેલી સમસ્યાથી ઉભર્યા બાદ ગ્લેન મેક્સવેલે પોતાના કરિયરનું સર્વશ્રેષ્ઠ ફોર્મ દેખાડ્યું હતું, પરંતુ આઈપીએલમાં તેમનું આ ફોર્મ હજી સુધી જોવા નથી મળ્યું. તેમણે અત્યાર સુધી રમાયેલ 7 મેચમાં 14.5ની એવરેજથી માત્ર 58 રન જ બનાવ્યા છે. કિંગ્સ ઈલેવન પંજાબની ટામે આ વખતે તેમને હરાજી દરમ્યાન 10 કરોડ 75 લાખ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે.
જેના પર વાત કરતાં મેક્સવેલે કહ્યું કે, ‘મને લાગે છે કે અમારી ટીમ સંતુલનની ઘણી નજીક આવી ગઈ છે. આ લીગમાં મારો અનુભવ બાકીઓથી થોડો અલગ રહ્યો છે, જ્યાં હું લોકોની ઉમ્મીદના હિસાબે પ્રદર્શન નથી કરી શક્યો, જો કે મારા પ્રયત્નોમાં કોઈ કમી નહોતી અને મારી ટ્રેનિંગમાં કોઈ કમી રહી હોય તેવું પણ નથી રહ્યું.'
IPL 2020 CSK Vs SRH: હૈદરાબાદ સામે ચેન્નાઇ સુપર કિંગ્સની 20 રને શાનદાર જીત
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો