Birthday Boy રોહિત શર્મા વિશે જાણવા જેવી દસ ખાસ વાતો!
નવી દિલ્હી, 30 એપ્રિલ: આજે ક્રિકેટ સ્ટાર રોહિત શર્માનો જન્મ દિવસ છે, વનડે મેચોમાં બે વખત બેવડી સદી ફટકારવાનો ઇતિહાસ રચનાર રોહિત શર્મા વિશે કેટલીક જાણવા જેવી રસપ્રદ વાતો તેમના ચાહકો માટે લઇને આવ્યા છીએ. અત્રે નોંધનીય છે કે હાલમાં જ રોહિત શર્માને અર્જુન પુરસ્કાર માટે નામ આપવાની વાતો પણ વહેતી થઇ હતી. આવી જ ઘણી રસપ્રદ વાતો આપના માટે લઇને આવ્યા છીએ. આવો જાણીએ અને રોહિત શર્માના બર્થડેને યાદગાર બનાવીએ....
Birthday Boy રોહિત શર્મા વિશે જાણવા જેવી દસ ખાસ વાતો...
- રોહિત શર્માનું આખુ નામ રોહિત ગુરુનાથ શર્મા છે અને હાલમાં આઇપીએલ ટીમ મુંબઇ ઇન્ડિયન્સના કપ્તાન છે.
- રોહિત શર્માએ પોતાની પહેલી જ ટેસ્ટમાં સદી ફટકારી હતી, તેમણે પોતાની પહેલી ટેસ્ટ મેચમાં ભારતનું મક્કા કહેવાતા ઇડન ગાર્ડનમાં રમી હતી.
- રોહિત ભારતના ટેસ્ટ ઇતિહાસમાં સેંચુરીથી શરૂઆત કરનારા 14માં ખેલાડી છે.
- રોહિતે માત્ર બે વર્ષમાં જ પહેલી ઇંટરનેશલ મેચ રમી હતી.
- વર્ષ 2013થી ઓપનરના રૂપમાં ટીમ ઇન્ડિયામાં રમી રહ્યા છે અને ભારતના સારા ઓપનર બની ગયા છે.
વધુ રસપ્રદ વાતો જુઓ સ્લાઇડરમાં...

સચિનને માને છે આદર્શ
સચિન તેંડુલકરને પોતાના આદર્શ માનનાર રોહિત શર્મા ક્રિકેટ ઉપરાંત એડ જગતમાં પણ ઘણા સક્રિય છે.

570 રન
રોહિત અત્યાર સુધી 9 ટેસ્ટમાં 570 રન બનાવ ચૂક્યા છે, ટેસ્ટમાં તેમની એવરેજ 40.71 છે જેમાં બે સદીનો સમાવેશ થાય છે.

132 વનડે મેચ, 7 સદી
રોહિતે અત્યાર સુધી 132 વનડે મેચ રમી છે, જેમાં તેમણે 7 સદી ફટકારી છે, વનડેમાં તેમની એવરેજ 38.77ની છે.

બોલીવુડ પ્રેમી
રોહિત શર્માને બોલીવુડ પ્રેમી કહેવામાં આવે છે, એટલા માટે તેમનું નામ સોફિયા જેવી હસીના સાથે પણ જોડાઇ ચૂક્યું છે.

બેવડી સદી
13 નવેમ્બર 2014ના રોજ શ્રીલંકાની વિરુદ્ધ બેવડી સદી ફટકારીને ઇતિહાસ રચી દીધો હતો.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો