For Daily Alerts
Birthday: ગાંગુલીના આ શર્ટલેસ પોઝ સામે સલમાન પણ ના ચાલે...
આજે ટીમ ઇન્ડિયાના સફળ કપ્તાન સૌરવ ગાંગુલીનો જન્મદિવસ છે. ક્રિકેટની દુનિયાના સ્ટાર સૌરવ ગાંગુલી ને આખો દેશ નમન કરે છે. બેટિંગ હોઈ, બોલિંગ કે પછી કપ્તાની હોઈ સૌરવ ગાંગુલી બધામાં જ અવ્વલ આવે છે.
ક્રિકેટ ફિલ્ડ પર સૌરવ ગાંગુલીની છબી એક અગ્રેસિવ કપ્તાન તરીકેની રહી છે. પાકિસ્તાનનું ગ્રાઉન્ડ મુલતાન હોઈ કે પછી ઇંગ્લેન્ડનું લોર્ડ્સ સૌરવ ગાંગુલી બધે જ પોતાની છાપ છોડી ગયા છે.
જ્યારે ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડ વિરુદ્ધ નેટવૅસ્ટ સિરીઝ જીતી હતી. ત્યારે કપ્તાન સૌરવ ગાંગુલીએ કોઈની પણ પરવાહ કર્યા વગર પોતાની ટી-શર્ટ કાઢીને હવામાં ઉડાવી હતી. તે તસ્વીર આજે પણ દરેક ક્રિકેટ પ્રેમીને યાદ હશે. ગાંગુલીના તે શર્ટલેસ અંદાઝ સામે ખુદ સલમાન ખાન પણ પાણી પાણી થઈ જાય.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો