For Quick Alerts
For Daily Alerts
પપ્પા બન્યા હરભજન, દિકરીના જન્મ પર ફેન્સ પણ ખુશ
ટીમ ઇન્ડિયાના સ્ટાર ખેલાડી હરભજન સિંહ "પપ્પા" બની ગયા છે. તેમની પત્ની ગીતા બસરાએ 27 જુલાઇના રોજ લંડનમાં દિકરીને જન્મ આપ્યો છે. હિંદી ડેલી મુજબ આ સમાચારની પૃષ્ઠિ હરભજનની માતાએ પણ કરી છે.
નોંધનીય છે કે હાલ માં અને બાળકી બન્ને સંપૂર્ણ પણ સ્વસ્થ છે અને હરભજન પણ હાલ લંડનમાં છે. ત્યારે ગીતા અને હરભજન બન્ને પોતાની આ પહેલી સંતાનથી ખુબ જ ખુશ છે.
હરભજન સિંહ અને ગીતા બસરાએ 9 વર્ષના અફેર બાદ 29 ઓક્ટોબર 2015માં લગ્ન કર્યા હતા. અને જલંધરમાં ભવ્ય સમારંભ યોજ્યો હતો. જેમાં બોલીવૂડ, ક્રિકેટ અને રાજનીતિના મોટા દિગ્ગજ આવ્યા હતા. ત્યારે હરભજનને ત્યાં દિકરીનો જન્મ થતા તેમના ફેન્સ પણ આ સમાચાર સાંભળીને ખુશ થઇ ગયા છે.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો