મિસ્ટ્રી ગર્લ સાથે ફોટો થયો વાયરલ, પંડ્યાનો જબરો જવાબ

Written By:
Subscribe to Oneindia News

ભારતીય ટીમના અદ્ધભૂત ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઓસ્ટ્રેલિયા સામેની વનડે જોરદાર પ્રદર્શન કરી હાલ ચર્ચાઓનું કેન્દ્ર બની ગયા છે. સોશ્યલ મીડિયામાં પંડ્યાના અદ્ધભૂત ક્રિકેટ પર્ફોમન્સની તો વાતો જોર પકડી જ રહી છે. સાથે તેમની પર્સનલ લાઇફ અને તેમની સોશ્યલ ટ્વિટના કારણે પણ તે ન્યૂઝમાં છે. થોડા સમય પહેલા જ ટ્વિટર પર એક નાનકડી વાતચીત પછી પંડ્યા અને બોલીવૂડ અભિનેત્રી પરિણીતિ ચોપડાના અફેરની વાતો ઉડવા લાગી હતી. તે પછી એન્કર શિબાની દાંડેકરના ટ્વિટ પર પંડ્યાના વખાણ કરતા ફરી પંડ્યા ચર્ચામાં છવાયાા હતા. ત્યારે જ્યાં આ તમામ વસ્તુઓ શાંત પણ નહતી થઇ ત્યાં જ સોશ્યલ મીડિયામાં એક અન્ય યુવતી સાથે પંડ્યાની તસવીર વાયરલ થતા એક નવો જ વિવાદ ઊભો થઇ ગયો હતો.

હાર્દિક પંડ્યાને અફવાઓ

હાર્દિક પંડ્યાને અફવાઓ

સોશ્યલ મીડિયા પર થોડા સમય પહેલા હાર્દિક પંડ્યા અને એક અજાણી યુવતીની તસવીર વાયરલ થઇ હતી. જે બાદ કેટલાક મીડિયા હાઉસે તો તેને મિસ્ટ્રી ગર્લનું ટેગ પણ આપી હાર્દિકને આ અંગે જાણકારી આપવાનું કહ્યું હતું. એટલું જ નહીં હાર્દિક પંડ્યાના ફેન્સ પણ ટ્વિટ કરીને હાર્દિકને પુછવા લાગ્યા હતા કે "કોણ છે ભાભી છે?"

હાર્દિકનો જબરો જવાબ

જો કે આ તમામની વચ્ચે હાર્દિક પંડ્યાએ બધાની બોલતી બંધ કરાવવા માટે એક જબરો જવાબ આપ્યો. એક ન્યૂઝ ચેનલે જ્યારે હાર્દિક પંડ્યાને આ યુવતી મિસ્ટ્રી ગર્લ છે કે શું તે અંગે ખુલાસો કરવા કહ્યું તો હાર્દિકે કહ્યું કે આ યુવતી અન્ય કોઇ નહીં પણ તેની બહેન છે.

હાર્દિકની ગર્લફેન્ડ

હાર્દિકની ગર્લફેન્ડ

જો કે હાર્દિક પંડ્યાની એક ગર્લફ્રેન્ડ પણ છે. પંડ્યા કોલકત્તાની 22 વર્ષીય ફેમસ મોડલ લીશા શર્માને કેટલાક વર્ષોથી ડેટ કરી રહ્યા છે. અને બન્નેની તસવીરો હાર્દિક પંડ્યાએ પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર પણ મૂકેલી. સાથે જ તે અનેક જગ્યાએ એક બીજાની સાથે જોવા મળ્યા છે. તેમ છતાં કોઇ પણ યુવતી સાથે તેની તસવીર આવી જતા હાર્દિક પંડ્યા ટ્રોલ થવા લાગે છે.

ક્રિકેટ અને હાર્દિક

ક્રિકેટ અને હાર્દિક

જો કે હાલ હાર્દિક પંડ્યા જે જબરદસ્ત ફોર્મમાં રમી રહ્યા છે તે જોઇએ ભારતનો દરેક ક્રિકેટ પ્રેમ હાલ તેમનો આશિક બની ગયો છે. ઓસ્ટ્રેલિયાની સામે સફળ વન ડે સિરીઝ રમવામાં આવી હતી. હાલમાં જ રમાયેલી આ સીરિઝમાં હાર્દિક પંડ્યાને મેન ઓફ ધ સીરીઝ પસંદ કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીના કહેવા મુજબ હાર્દિક પંડ્યા ઓસ્ટ્રેલિયા સીરીઝની સૌથી મોટી ખોજ છે.

English summary
hardik pandya s picture with mystery girl goes viral pandya revealed.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.