For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 2017: આ છે આઇપીએલના ટોપ 10 'રન'વીર

ઇન્ડિયન પ્રીમિયર લીગ(આઇપીએલ) ના ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનારની સૂચિમાં સુરેશ રૈનાનું નામ ટોચ પર છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

ક્રિકેટ રસિયાઓમાં આઇપીએલ નો ખૂબ ક્રેઝ છે, જે દિવસે ને દિવસે વધતો જાય છે. ક્રિકેટનું આ શોર્ટેસ્ટ ફોર્મેટ ખાસ કરીને તેના વિવિધ રેકોર્ડ્સ અને શાનદાર સ્કોરને કારણે લોકપ્રિય થયું છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ(આઇપીએલ)નું આ 10મું વર્ષ છે અને આ વર્ષો દરમિયાન ઘણા બેટ્સમેને શાનદાર રમતનું પ્રદર્શન કરી રનનો વિશાળ પહાડ ઊભો કર્યો છે.

virat kohli suresh raina

આઇપીએલના આ 10 વર્ષો દરમિયાન સૌથી વધુ રન ફટકારનાર વીર 'રન'વીર કોણ છે, જાણો અહીં..

1. સુરેશ રૈના

પહેલા ચેન્નાઇ સુપર કિંગ્સ તકફથી રમનાર સુરેશ રૈના આઇપીએલ-9થી ગુજરાત લાયન્સ ટીમની કપ્તાની કરી રહ્યાં છે. તે અત્યાર સુધીમાં 154 મેચ રમ્યાં છે અને આ દરમિયાન તેમણે સૌથી વધુ 4373 રન ફટકાર્યા છે. તેમણે 1 સદી અને 30 અર્ધ-સદી ફટકારી છે.

2. વિરાટ કોહલી

આસીબીના કપ્તાન વિરાટ કોહલી બીજા નંબરે છે. વિરાટ કોહલીએ આઇપીએલમાં 143 મેચોમાં 4264 રન બનાવ્યા છે. તેમણે 4 સદી અને 28 અર્ધ-સદી ફટકારી છે.

3. રોહિત શર્મા

મુંબઇના કપ્તાન રોહિત શર્મા પહેલાં ડેક્કન ચાર્જસ તરફથી રમતા હતા. રોહિત કુલ 150 મેચ રમ્યાં છે, જેમાં તેમણે 3986 રન બનાવ્યા છે. તેમના નામે 1 સદી અને 30 અર્ધ-સદી છે.

4. ગૌતમ ગંભીર

હાલના કેકેઆરના કપ્તાન ગૌતમ ગંભીર પહેલાં દિલ્હી ડેરડેવિલ્સ તરફથી રમતા હતા. તેઓ અત્યાર સુધીમાં 139 મેચો રમ્યા છે, જેમાં તેમણે 3877 રન ફટકાર્યા છે. આઇપીએલમાં તેમણે હજુ સુધી એક પણ સદી ફટકારી નથી, પરંતુ 33 અર્ધ-સદીઓ ફટકારી છે.

5. ડેવિડ વોર્નર

સનરાઇઝર્સ હૈદ્રાબાદના કપ્તાન ડેવિડ વોર્નર પોતાની શાનદાર બેટિંગ માટે જાણીતા છે. તેઓ અત્યાર સુધીમાં 107 મેચ રમ્યા છે અને કુલ 3655 રન બનાવ્યા છે. તેમણે 2 સદી અને 34 અર્ધ-સદી ફટકારી છે.

અહીં વાંચો - IPL 2017: આ 10 વિદેશી ક્રિકેટરો છે આઇપીએલની જાન!અહીં વાંચો - IPL 2017: આ 10 વિદેશી ક્રિકેટરો છે આઇપીએલની જાન!

6. રોબિન ઉથપ્પા

કેકેઆરના વિકેટ કીપર રોબિન ઉથપ્પા પહેલાં પૂના વોરિયર્સ માટે રમતા હતા. તેમણે આઇપીએલમાં 142 મેચો ગરમિયાન 3575 રન બનાવ્યા છે. તેમણે 19 અર્ધ-સદી ફટકારી છે.

7. ક્રિસ ગેલ

આરસીબીના બેટ્સમેન ક્રિસ ગેલ આઇપીએલમાં 97 મેચો રમી ચૂક્યાં છે. જેમાં તેમણે કુલ 3570 રન બનાવ્યા છે. આ દરમિયાન તેમણે 5 સદી અને 21 અર્ધ-સદી ફટકારી છે. તેઓ પહેલાં કેકેઆર તરફથી રમતા હતા.

8. એબી ડેવિલિયર્સ

મિસ્ટર 360ના નામથી જાણીતા આરસીબીના બેટ્સમેન એબી કુલ 124 મેચો રમ્યા છે, જેમાં તેમણે 3402 રન બનાવ્યા છે. તેમણે 3 સદી અને 22 અર્ધ-સદીઓ ફટકારી છે. તેઓ પહેલાં દિલ્હી ડેરડેવિલ્સ તરફથી રમતા હતા.

9. મહેન્દ્ર સિંહ ધોની

મહેન્દ્ર સિંહ ધોની રાઇઝિંગ પૂના સુપરજાયન્ટ્સ તરફથી રમી રહ્યાં છે. તેઓ અત્યાર સુધીમાં 50 મેચ રમ્યા છે, જે દરમિયાન તેમણે 3400 રન બનાવ્યા છે. તેમણે 17 અર્ધ-સદીઓ ફટકારી છે.

10. શિખર ધવન

શિખર ધવન પહેલાં મુંબઇ ઇન્ડિયન્સ, દિલ્હી ડેરડેવિલ્સ, ડેક્કન ચાર્જસ અને હાલ સનરાઇઝર્સ હૈદ્રાબાદ તરફથી રમી રહ્યાં છે. તેઓ કુલ 120 મેચ રમ્યા છે, જેમાં તેમણે 3317 રન બનાવ્યા છે. તેમણે 26 અર્ધ-સદીઓ ફટકારી છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Here are the 10 leading run scorers in the history IPL. Suresh Rain tops the list followed by Virat Kohli.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X