For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટી20 વર્લ્ડકપ 2016માં તૂટી શકે છે આ 5 રેકોર્ડ

By Desk
|
Google Oneindia Gujarati News

ટી20 વર્લ્ડકપ ફરી એક વાર આવી ગયો છે. આ વખતે ઘણી બધી ટીમો જીતવા માટેનું પ્રબળ દાવેદાર દેખાઈ રહ્યું છે. દરેક ટીમમાં સારી બેટિંગ અને બોલિંગ દેખાઈ રહી છે. એશિયન ટીમોની વાત કરીએ તો હમણાં જ તેઓ એશિયા કપ રમીને આવ્યા છે જેથી તેઓ ટી20 ફોરમેટમાં સેટ પણ થઇ ગયા છે.

ટી20 ગેમ પોતાના ઝડપી અંદાઝ માટે ઓળખાઈ છે. ટી20 વર્લ્ડકપમાં ભૂતકાળમાં ઘણા રેકોર્ડ બની ગયા છે, અને તેને જોતા ઘણા રેકોર્ડ તૂટી પણ શકે છે.

તો જુઓ એવા કયા રેકોર્ડ છે જે આ ટી20 વર્લ્ડકપ 2016માં તૂટી શકે છે.

ટી20 ક્રિકેટમાં 100 વિકેટ લેવાનો રેકોર્ડ

ટી20 ક્રિકેટમાં 100 વિકેટ લેવાનો રેકોર્ડ

આ રેકોર્ડ પર સૌથી પહેલા દાવેદાર પાકિસ્તાનના શાહિદ આફ્રીદી છે. જેમને 93 વિકેટ લિધી છે. તેને પોતાના કરિયરમાં 6.5ની એવરેજથી વિકેટ લિધી છે.

સૌથી વધારે છક્કા મારવાનો રેકોર્ડ

સૌથી વધારે છક્કા મારવાનો રેકોર્ડ

ટી20 ક્રિકેટમાં સૌથી વધારે 91 છક્કા મારવાનો રેકોર્ડ બ્રેન્ડમ મેકુલમના નામે છે. જયારે ક્રીસ ગેલના નામે 87 છક્કા છે. બ્રેન્ડમ મેકુલમ સન્યાસ લઇ ચુક્યા છે તો હવે ક્રીસ ગેલ આ રેકોર્ડ તોડી શકે છે.

એક વર્ષમાં સૌથી વધારે ટી20 રન બનાવવાનો રેકોર્ડ

એક વર્ષમાં સૌથી વધારે ટી20 રન બનાવવાનો રેકોર્ડ

હમણાં તો આ રેકોર્ડ માર્ટીન ગુપ્ટીલના નામે છે. જેને વર્ષ 2102 ની 13 મેચોમાં 472 રન બનાવ્યા હતા. હમણાં વિરાટ કોહલી અને રોહિત શર્માના ફોમને જોતા બંને આ રેકોર્ડ તોડી શકે છે.

સૌથી વધારે ટી20 રન બનાવવાનો રેકોર્ડ

સૌથી વધારે ટી20 રન બનાવવાનો રેકોર્ડ

ટી20માં સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ શ્રીલંકાના મહિલા જયવર્ધનેના નામે છે. પરંતુ તેને સન્યાસ બાદ ક્રીસ ગેલ જેને 23 મેચમાં 807 રન બનાવ્યા છે તેઓ પ્રબળ દાવેદાર છે.

લગાતાર સૌથી વધુ ટી20 મેચ જીતવાનો રેકોર્ડ

લગાતાર સૌથી વધુ ટી20 મેચ જીતવાનો રેકોર્ડ

ટીમ ઇન્ડિયા લગાતાર 7 ટી20 મેચ જીતી ચુકી છે. હાલમાં આ રેકોર્ડ આયરલેન્ડ અને ઈંગલેન્ડના નામે છે. જેઓ લગાતાર 8 મેચ જીતી ચુક્યા છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Here are the five records which can be broken in T-20 world cup 2016. Many records are on the stake in this world cup.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X