For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેમીફાઇનલ મેચ પહેલા જાણો ભારત-ઓસ્ટ્રેલિયાનો દસનો દમ

|
Google Oneindia Gujarati News

સિડની, 25 જાન્યુઆરી: વિશ્વકપની સેમીફાઇનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ખૂબ જ રોમાંચક મેચ 26 માર્ચના રોજ રમાવા જઇ રહી છે. અને ક્રિકેટ રસિકોથી લઇને સટોડીયાઓ પણ તેના માટે આતુર છે. બંને ટીમો આ વિશ્વકપમાં જબરદસ્ત ખેલ ખેલી રહી છે. એક તરફ ભારતે તમામ 7 મેચ જીતી લીધી છે તો બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ છેલ્લી 12 મેચ પોતાની જમીન પર જીતવામાં સફળતા મેળવી છે. એકમાત્ર હાર જે તેને ન્યૂઝીલેન્ડની સામે જેલવી પડી હતી, જે ન્યૂઝીલેન્ડમાં રમાઇ હતી.

આ લેખ દ્વારા અમે વાત કરી રહ્યા છીએ બંને ટીમોના દમખમની, આવો જોઇએ બંને ટીમોનો દસનો દમ.

australia
  • વર્લ્ડકપમાં ભારત પહેલીવાર ઓસ્ટ્રેલિયા સામે ટકરાઇ રહ્યું છે. આ પહેલા 2003માં ભારતને ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ હરાવ્યું હતું. જ્યારે 2011ના ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં ભારતે ઓસ્ટ્રેલિયાને માત આપી દીધી હતી.
  • એરોન કિંચ વિશ્વકપમાં 6 વાર એલબીડબ્લ્યૂ આઉટ થયા છે, જોકે આ વિશ્વકપમાં સર્વાધિક છે.
  • શેન વોટસન આ વિશ્વકપમાં બીજા એવા ખેલાડી છે જેણે 50 રનના લઘુત્તમ એવરેજથી 500 રનોનો આંકડો આંબી લીધો, અને સ્ટ્રાઇક રેટ 100 થી વધારે છે.
  • મેક્સવેલ ડોટ બોલ રમવાના મામલામાં સૌથી શ્રેષ્ઠ છે. તેણે માત્ર 30.5 ટકા જ બોલિંગમાં રન નથી બનાવ્યા. મેક્સવેલે 164 રનો પર 301 રન બનાવ્યા છે.
  • શેન વોટસને પોતાની છેલ્લી ચાર મેચોમાંથી ત્રણ મેચોમાં 50 રનોનો આંક પાર કર્યો છે.
રોહિત શર્મા

રોહિત શર્મા

રોહિત શર્માએ જેમ્સ ફોકનરની 108 બોલ પર 124 રન બનાવ્યા છે જ્યારે તેઓ એકવાર પણ ફોકનરની બોલિંગ પર આઉટ નથી થયા.

મોહમ્મદ શામી

મોહમ્મદ શામી

આ વિશ્વકપમાં મોહમ્મદ શામીએ સર્વાધિક 69 ટકા ડોટ બોલ ફેંકી છે. જ્યારે મિચેલ સ્ટાર્કે 68 ટકા ડોટ બોલ ફેંક્યા છે.

મિચેલ સ્ટાર્ક

મિચેલ સ્ટાર્ક

મિચેલ સ્ટાર્કનો એકદિવસીય મેચમાં સૌથી ઓછી 22.5નો સ્ટ્રાઇક રેટ છે. જ્યારે બોલિંગની એવરેજ 17.4ની છે.

ઓસ્ટ્રેલિયા

ઓસ્ટ્રેલિયા

ઓસ્ટ્રેલિયા પોતાની જમીન પર છેલ્લી તમામ 12 વનડે મેચોમાં જીત મેળવી છે.

રવિચંદ્રન અશ્વિન

રવિચંદ્રન અશ્વિન

ગ્લેન મેક્સવેલે રવિચંદ્રન અશ્વિનની એકદિવસીય મેચોમાં 54 બોલોનો સામનો કરીને 77 રન બનાવ્યા છે. જેમાં તેમણે 4 ચોગ્ગા અને 7 છગ્ગા લગાવ્યા છે જ્યારે અશ્વિને તેને એક વાર આઉટ કર્યો છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Here are the top ten facts of Australia and India ahead of world cup semifinal which has to be played in Sydney.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X