હાર્દિક પંડ્યાનો ખુલાસો, પોતાના જ વ્યવહારના કારણે U-17 ટીમથી થયો હતો બહાર!
હાર્દિક પંડ્યાની ગણતરી અત્યારે દુનિયાના નોંધપાત્ર ખેલાડીઓમાં થાય છે. પરંતુ એક સમય એવો પણ હતો કે જ્યારે હાર્દિક પંડ્યા અને તેના પરિવાર પાસે વધારે કોઈ આવક ન હતી. હાર્દિકને લઈને પહેલા પણ અનેક વાતો સામે આવી ચુકી છે. આર્થિક તંગીમાંથી પસાર થનારા હાર્દિક પંડ્યા અને તેના ભાઈ કૃનાલ પંડ્યાને લાંબો સંધર્ષ કરવો પડ્યો છે. લોકો એ વાતથી પરિચિત છે કે હાર્દિક અને તેના ભાઈ કૃનાલને ભારત તરફથી રમવા માટે કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેના પિતા પરિવારમાં એકમાત્ર કમાનાર વ્યક્તિ હતા.

હાર્દિક પંડ્યાનો ખુલાસો
હાર્દિક પંડ્યાએ એ વાતનો ખુલાસો કર્યો છે કે તે પોતે પરિવારની સ્થિતી બગાડવા માટે કેવી રીતે જવાબદાર હતો. તેના એટીટ્યૂડના કારણે તેને વડોદરાની અંડર 17 ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હોવાનું હાર્દિક ખુદ સ્વીકારે છે. એક તરફ હાર્દિકને ટીમમાંથી બહાર કરાયો તો બીજી તરફ તેના પિતાને હદયરોગનો હુમલો આવ્યો. જેના કારણે આર્થિક મુશ્કેલીઓ ઉભી થઈ.
આ મુદ્દે વધુ વાત કરતા હાર્દિક પંડ્યા જણાવે છે કે, મને યાદ છે કે હું એવી સ્થિતીમાં હતો કે જ્યારે મને અંડર 17 ટીમમાંથી હટાવી દેવાયો હતો, કેમ કે મારા કોચ સાથે કંઈક થયું હતું. આ બહુ ફની વાત હતી. મને યાદ છે કે કોઈ મારા ભાઈને કહી રહ્યું હતું કે મને મારા એટીટ્યૂડના કારણે સમસ્યા છે. 16 વર્ષની ઉમરે મને ખબર પણ ન હતી કે એટીટ્યૂડ શું છે. એ વાત બહુ ફની હતી કે કોઈએ કહ્યુ કે મારામાં એટીટ્યૂડ છે.

ખરાબ એટીટ્યૂડના કારણે અંડર 17માંથી બહાર થવું પડ્યું
હાર્દિક પંડ્યા જણાવે છે કે એક તરફ તે ટીમમાંથી બહાર થયો અને તેના પિતાને હુમલો આવ્યો. તેના પિતા એકલા વ્યક્તિ હતા જે કમાતા હતા. હાર્દિક અને કૃણાલ મળીને વર્ષે માંડ 35 હજાર કમાતા હતા. હાર્દિક વધુમાં ઈન્ડિયા ટુડેને જણાવે છે કે, પિતાને હદય રોગનો હુમલો આવ્યો, કૃણાલ ટીમથી બહાર થયો અને હું મારા વ્યવહારને કારણે બહાર થયો. આ સમયે તમામ રસ્તા બંધ થઈ ગયા. 35 હજારથી કેટલાક મહિના જ ચાલે એમ હતું.

હાર્દિક પંડ્યાનો પલટવાર
પ્રતિભાશાળી ખેલાડી રહેલા હાર્દિક પંડ્યાને પાછા ફરવામાં વધુ સમય ન લાગ્યો. પોતાની ભુલોમાંથી શીખ અને પરિવારની હાલત જોઈને તેને માત્ર ક્રિકેટ પર ધ્યાન આપ્યુ. હાર્દિક પોતે જણાવે છે કે તેને પોતાના સપના પુરા કરવા માટે દુનિયા સાથે સંપર્ક કાપી નાંખ્યો હતો.

દુનિયા છોડીને ક્રિકેટમાં જગ્યા બનાવી
હાર્દિક કહે છે કે, અમે સારૂ જીવન જોયુ છે અને અમે એક સભ્ય પરિવાર હતા, પરંતુ સ્થિતી બગડતી ગઈ. આ સમયગાળામાં હું ખુદ સાથે વાત કરી રહ્યો હતો. જો તમે એક સુધી જીંદગી ઈચ્છો છો તો તમારે મહેનત કરવી પડે છે. ત્યારબાદ નિર્ણય કર્યો કે ક્રિકેટ માટે તમામ પ્રયાસો કરશે.
હાર્દિક જણાવે છે કે, તેને 17થી 19 ત્રણ વર્ષ માત્ર ક્રિકેટને આપ્યા, લોકો સાથે વાત કરવાનું પણ બંધ કરી દીધું. હું માત્ર ખેલાડીઓ સાથે રહ્યો. એ સિવાય મારા કોઈ મિત્રો ન હતા. કેમ કે મને લાગતું હતું કે આ વસ્તુઓ મને મારા નિર્ધારિત લક્ષ્યથી દુર ધકેલી શકે છે.
IPL 2020: આ 5 ટીમોના નામે છે સૌથી વધુ હાર, જાણો કઈ ટીમ છે સૌથી આગળ
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો