• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

હું અનુષ્કા વિરુદ્ધ એક શબ્દ પણ નથી સાંભળી શકતો: વિરાટ કોહલી

|

નવી દિલ્હી, 22 એપ્રિલ: વિરાટ કોહલી ખુલીને પોતાના પ્રેમ અનુષ્કા અંગે લોકોને અને મીડિયા સાથે વાતચીત કરે છે. હાલમાં પોતાના બેટથી ભલ-ભલા બોલરોના છગ્ગા છોડાવનાર સ્ટાર ખેલાડી વિરાટ કોહલીને બિલકૂલ પસંદ નથી કે લોકો તેમની પ્રેમિકા અનુષ્કા શર્મા વિશે કંઇપણ આડુ-અવળુ બોલે, તેમને એ વાત પર ખૂબ જ ગુસ્સો આવે છે.

હાલમાં જ વિરાટ કોહલીએ એક અખબારના ઇંટરવ્યૂમાં આ વાત કહી છે. વિરાટે સ્વીકાર કર્યો છે કે તેમને ગુસ્સો ખૂબ જ આવે છે અને ક્યારેક ક્યારેક તેઓ ગુસ્સામાં કંઇક ખોટી કરી બેસે છે. પરંતુ આ વાત માટે અનુષ્કાને દોષી ઠેરવી કેટલે અંશે યોગ્ય છે? મને એ સમયે ખૂબ જ ખરાબ લાગ્યું જ્યારે વર્લ્ડ કપમાં ઇન્ડિયન ટીમની હારનું ઠીકરું અનુષ્કાના માથે ફોડવામાં આવ્યું. હું તે સમયે ખૂબ જ હતાશ હશ પરંતુ વિરાટે જણાવ્યું કે આ ઘટના બાદ અમારો સંબંધ વધું મજબૂત બની ગયો છે.

વિરાટે જણાવ્યું કે દરેક વાત માટે તેને ટાર્ગેટ કરવી ખોટી બાબત છે, જો આપના પાર્ટનરને કોઇ કંઇ કહે તો આપ એવી રીતે ચુપચાપ બેસી શકો નહીં, એટલા માટે હું પણ રિએક્શન આપી રહ્યો છું. જોકે વિરાટે શર્માતા એ પણ જણાવ્યું કે તેઓ અનુષ્કાની સાથે ખૂબ જ ખૂશ છે અને તેમના માટે કંઇ પણ કરી શકે છે અને તેઓ તેમના દિલની ખૂબ જ નજીક છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
I will Never Accept a Word Against Anushka Sharma said Virat Kohli in an Interview. He Said that she is very nice.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X