ટીમ ઇન્ડિયાએ વિજય સાથે કહ્યું હેપ્પી હોલી, ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ
પર્થ, 6 માર્ચ: આજે ધૂળેટીના શુભ અવસર પર ઓસ્ટ્રેલિયાના પર્થમાં ભારતની ટક્કર વેસ્ટઇન્ડિઝ સામે ચાલી રહી છે, જોકે ભારતને આ મેચની હાર-જીતથી કોઇ ફર્ક નહીં પડે પરંતુ કેરેબિયાઇ ટીમ માટે આજનો મુકાબલો કરો યા મરોની સ્થિતિવાળો છે. પરંતુ ભારતનો આત્મવિશ્વાસ બની રહે એ માટે અને તેના દર્શકો પર વિશ્વાસ જાળવી રાખવા માટે આજની મેચમાં પણ ટીમ ઇન્ડિયાએ જીતવું જરૂરી છે. બંને ટીમ વચ્ચે મુકાબલો શરૂ થઇ ચૂક્યો છે અને કેરેબિયન ટીમે ટોસ જીતીને ભારતને પ્રથમ બોલિંગ કરવાનું નિમંત્રણ આપ્યું છે.
વેસ્ટઇન્ડિઝની ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, સૌની નજર ક્રિસ ગેઇલ પર હતી કે તે રનોનો વરસાદ બોલાવીને ભારતીય ટીમને મુશ્કેલીમાં મૂકી દેશે. પરંતુ ભારતીય બોલરોની સામે આ કેરેબિયન ખેલાડી વધારે સમય ટકી શક્યો નહીં. મોહમંદ શમીની ઓવરમાં કે મોહમંદ શમીના હાથે જ કેચઆઉટ થઇ ગયો. એ પહેલા સ્મિથ અને સેમ્યુલ પણ પેવેલિયનભેગા થઇ ગયા. ગેઇલ બાદ રામદીન અને સિમોન્સ પણ સસ્તામાં આઉટ થઇ ગયા. વેસ્ટ ઇન્ડિઝની આખીએ ટીમ માત્ર 182 રનમાં ઓલ આઉટ થઇ ગઇ. કેરેબિયન ટીમ 44.2 ઓવરમાં માત્ર 182 રન બનાવી ઓલ આઉટ થઇ ગઇ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે જો કેરેબિયાઇ ટીમ ભારતને હરાવવામાં સફળ રહે છે તો તેમનો નોકઆઉટમાં પ્રવેશ લગભગ સુનિશ્ચિત થઇ જશે, જ્યારે હારવા પર તેમને સંયુક્ત અરબ અમીરાતની સામેની સામેની છેલ્લી મેચ પર નિર્ભર રહેવું પડશે. જોકે જે રીતે કેરેબિયન ટીમની એક પછી એક વિકેટ પડી રહી છે તે પ્રમાણે લાગતું નથી કેરેબેયીન ટીમ જીતી શકે.
ભારતીય ટીમની બેટિંગ
ભારતીય ટીમ કેરેબિયન ટીમ દ્વારા આપવામાં આવેલા 183 રનના લક્ષ્યને ચેઝ કરવા માટે મેદાને ઉતરી હતી, જોકે ભારતની પહેલી વિકટ શીખર ધવન(9)ની ચોથી ઓવરમાં પડી ગઇ. બાદમાં રોહિત શર્મા(7) પણ સસ્તામાં આઉટ થઇ ગયો. વિરાટ કોહલી પણ 33 રન બનાવીને આઉટ થઇ ગયો. ત્યાર બાદ અજિંક્ય રહાણે(14), સુરેશ રૈના(22), રવિન્દ્ર જાડેજા(13) પણ સસ્તામાં આઉટ થઇ ગયા. બાદમાં કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીએ 45 રનોની કપ્તાની પારી ખેલી અને ભારતને જીત અપાવ્યો, તેમને સાથ આપ્યો આર અશ્વિન (16)ને, બંને ખેલાડીઓ અણનમ રહ્યા. ભારતે 39.1 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 185 રન ફટકારીને જીત નોંધાવી દીધી. ભારતની વર્લ્ડકપ 2015માં સતત ચોથી જીત છે.
વેસ્ટ ઇન્ડિઝની ટીમ તરફથી રસેલે અને ટેલરે શાનદાર 2-2 વિકેટ પોતાના નામે કરી, જ્યારે રૉચ અને સ્મિથે 1-1 વિકેટ પોતાના નામે કરી શક્યા.
વડાપ્રધાને પાઠવી શુભેચ્છા
ટીમ ઇન્ડિયાના વેસ્ટઇન્ડિઝ સામે ભવ્ય વિજય પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શુભેચ્છા પાઠવી છે. મોદીએ ટ્વિટ કરીને ટીમ ઇન્ડિયાને અભિનંદન કહ્યું છે.
Congratulations to the Cricket Team for the win against West Indies. The Men in Blue seem to be having a great tournament!
— Narendra Modi (@narendramodi) March 6, 2015
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો