For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ICC ODI Ranking: ટોપ 5માં પહોંચ્યા રોહિત શર્મા

આઇસીસી રેન્કિંગમાં ટોપ વન ડે બેટ્સમેનની સૂચિમાં રોહિત શર્મા ટોપ 5માં પહોંચ્યા છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

ભારતના સ્ટાર ખેલાડી રોહિત શર્માએ ઑસ્ટ્રેલિયા સામેની સીરિઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, તે બદલ તેમને સુંદર ઇનામ મળ્યું છે. આઇસીસીના ટોપ વન ડે બેટ્સમેનમાં તેઓ ટોપ 5માં પહોંચી ગયા છે. ઑસ્ટ્રેલિયા સામેની વન ડે સીરિઝમાં સૌથી વધુ 296 રન બનાવ્યા હતા, જેમાં નાગપુરમાં તેમણે 125 રન સાથે સૌથી સુંદર પ્રદર્શન કર્યું હતું, જેમાં તેમણે 6 છગ્ગા ફટકાર્યા હતા. બેસ્ટ રેન્કિંગમાં વર્ષ 2016માં તેઓ ત્રીજા નંબર પર હતા. આ સૂચિમાં પહેલા નંબર પર છે, ટીમ ઇન્ડિયાના કપ્તાન વિરાટ કોહલી.

rohit sharma virat kohli icc ranking

આઇસીસીની રેન્કિંગ નીચે મુજબ છે:

  • વિરાટ કોહલી, રેટિંગ 877
  • ડેવિડ વૉર્નર, રેટિંગ 865
  • એબી ડિવિલિયર્સ, રેટિંગ 847
  • જો રૂટ, રેટિંગ 802
  • રોહિત શર્મા, રેટિંગ 790

સાથે જ ઑસ્ટ્રેલિયા સામેની વન ડે સીરિઝમાં 4-1થી જીત મેળવવાની સાથે જ ટીમ ઇન્ડિયા ફરી એકવાર નં-1 ટીમ બની ગઇ છે. આનું રેન્કિંગ નીચે મુજબ છે.

  • ભારત, રેટિંગ 120
  • દ.આફ્રિકા, રેટિંગ 119
  • ઑસ્ટ્રેલિયા, રેટિંગ 114
  • ઇંગ્લેન્ડ, રેટિંગ 114
  • ન્યૂઝિલેન્ડ, રેટિંગ 111

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Rohit Sharma gained four places to move up to number five in the latest ICC ODI Rankings for batsmen. Virat Kohli No.1 batsman in this list.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X