For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ICC રેકિંગમાં વિરાટ ચોથા ક્રમે યથાવત, શિખરની છલાંગ

|
Google Oneindia Gujarati News

દુબઇ, 31 માર્ચ: સેમીફાઇનલમાં ભારતની કરારી હારનું કારણ બનેલા વિરાટ કોહલી માટે રાહતભર્યા સમાચાર આવ્યા છે. તેઓ આઇસીસી વનડે બેટ્સમેનોની રેકિંગમાં ચોથા નંબર પર યથાવત છે, તેમની રેકિંગમાં કોઇ ફેરફાર થયો નથી, હા ટીમ ઇન્ડિયાના ગબ્બર સિંહ એટલે કે શિખર ધવનને ચોક્કસ એક ક્રમનો ફાયદો થયો છે, અને તેઓ રેકિંગમાં નંબર 6ની પોઝિશન પર આવી ગયા છે.

india
ધવન અને કોહલી ઉપરાંત ભારતીય કેપ્ટન એમએસ ધોનીને પણ રેકિંગમાં સામેલ કરવામાં આવ્યા છે અને તેમને નંબર 8ની પોઝિશન મળી છે. વનડે બેટ્સમેનોની રેકિંગમાં દક્ષિણ આફ્રીકાના કપ્તાન એબી ડિવિલિયર્સ હજી પણ શ્રેષ્ઠ પોઝિશન પર છે. ત્યારબાદ બીજા નંબર પર હાશિમ અમલા આવે છે.

આ બધા ઉપરાંત ભારતીય ઓપનર રોહિત શર્મા સાત ક્રમની છલાંગ લાગાવીને ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ અને પાકિસ્તાનના મિસબાહ ઉલ હકની સાથે 12માં સ્થાન પર પહોંચી ગયા. આ બધાની ઉપરાંત બોલરોની સૂચિમાં વિશ્વકપમાં 15 વિકેટ લેનાર ભારતીય બોલર ઉમેશ યાદવ પહેલીવાર શ્રેષ્ઠ 20માં પહોંચ્યા છે. તેઓ 16 ક્રમ ઉપર ઉઠીને ઇંગ્લેંડના જેમ્સ ટ્રેડવેલની સાથે 18માં સ્થાન પર છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Virat Kohli remained the highest-placed Indian batsman at fourth even as Shikhar Dhawan rose a rung to sixth in the latest ICC ODI rankings issued on Tuesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X