ICC Test Ranking: સ્ટીવ સ્મિથની નજીક પહોંચ્યા વિરાટ કોહલી, રહાણે ટૉપ 10થી બહાર
ICCએ રવિવારે ટેસ્ટ ક્રિકેટની લેટેસ્ટ રેન્કિંગ જાહેર કરી છે. આ રેન્કિંગમાં વિરાટ કોહલીને કુલ 74 પોઈન્ટ મળ્યા છે. પહેલી ટેસ્ટમાં કોહલીને 2 અંક મળ્યા જેની મદદથી તેઓ ટેસ્ટ રેંકિંગમાં બીજા નંબરે પહોંચી ગયા. જ્યારે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ 3 અંક હાંસલ કરી ટેસ્ટ રેંકિંગમાં પહેલા સ્થાને યથાવત રહ્યા. સ્પિન બોલરની વાત કરીએ તો રવિચંદ્રન અશ્વિન એકમાત્ર ભારતીય બૉલર છે જે ટૉપ 10 બોલરમાં સામેલ હોય. 777 અંક સાથે અશ્વિન 9મા સ્થાને છે. તેમના ઉપરાંત જસપ્રીત બુમરાહ બીજા બૉલર છે જેઓ ટૉપ 10માં જગ્યા મેળવી શક્યા. ઓસ્ટ્રેલિયાના પેસર પેટ કમિંસ 910 પોઈન્ટ સાથે પહેલા સ્થાને છે.
અજિંક્ય રહાણે જેઓ પહેલી ટેસ્ટમાં રન માટે મથતા રહ્યા તેઓ હવે ટૉપ 10ની યાદીથી બહાર થઈ ગયા છે. રહાણે હવે 11મા સ્થાને પહોંચી ગયા છે. તેમની જગ્યા ન્યૂઝીલેન્ડના ટૉમ લાથમ 10મા સ્થાને પહોંચી ગયા છે. ચેતેશ્વર પુજારા 8મા સ્થાને છે. લાબુશાને 4 નંબરે પહોંચી ગયા છે જ્યારે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટિમ પેમ 33મા સ્થાને છે અને જો બર્ન્સ 48મા સ્થાને છે. ઑલરાઉન્ડરની વાત કરીએ તો ભારતના માત્ર બે ખેલાડી એવા છે જેઓ ટૉપ 10માં સામેલ છે. ટેસ્ટ રેંકિંગમાં રવિન્દ્ર જાડેજા અને આર અશ્વિન સામેલ છે. જાડેજા 389 અંક સાથે ત્રીજા સ્થાને છે, જ્યારે આર અશ્વિન 280 અંક સાથે છઠ્ઠા સ્થાને છે. ઈંગ્લેન્ડના બેન સ્ટોક્સ નવમા નંબરે છે.
આઈસીસી રેંકિંગ, ટેસ્ટ ટીમ
1- ઓસ્ટ્રેલિયા
2- ન્યૂઝીલેન્ડ
3- ભારત
4- ઈંગ્લેન્ડ- 4326 પોઈન્ટ
5- શ્રીલંકા
6- દક્ષિણ આફ્રીકા
7- પાકિસ્તાન
8- વેસ્ટ ઈન્ડીઝ
9- બાંગ્લાદેશ
10- જિમ્બાબ્વે
આઈસીસી ટેસ્ટ રેંકિંગ બેટ્સમેન
1- સ્ટીવ સ્મિથ
2- વિરાટ કોહલી
3- કેન વિલિયમસન
4- માર્નસ લાબુશાને
5- બાબર આઝમ
6- ડેવિડ વોર્નર
7- બેન સ્ટૉક્સ
8- ચેતેશ્વર પુજારા
9- જો રૂટ
10- ટૉમ લાથમ
આઈસીસી ટેસ્ટ રેંકિંગ બોલર
1- પેટ કમિંસ
2- સ્ટુઅર્ટ બ્રોડ
3- નીલ વૈગનર
4- ટિમ સાઉદી
5- જૉશ હઝલવુડ
6- કગિસો રબાડા
7- મિશેલ સ્ટાર્ક
8- જેમ્સ એંડર્સન
9- રવિચંદ્રન અશ્વિન
10- જસપ્રીત બુમરાહ
આઈસીસી ટેસ્ટ રેંકિંગ- ઓલરાઉન્ડર
1- બેન સ્ટોક્સ
2- જેસન હોલ્ડર
3- રવિન્દ્ર જાડેજા
4- શકિબ અલ હસન
5- મિચેલ સ્ટાર્ક
6- રવિચંદ્રન અશ્વિન
7- કોલિન ડી ગ્રેન્ડહોમ
8- ક્રિસ વોક્સ
9- પેટ કમિંસ
10- સ્ટુઅર્ટ બ્રોડ
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો