For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ICC World Cup 2023 : મેચ રમ્યા વગર જ ક્વોલિફાઇ થઇ ગઇ આ ટીમ, બહાર ફેંકાઇ બે મોટી ટીમ

|
Google Oneindia Gujarati News

ICC World Cup 2023 : આઇસીસી વર્લ્ડ કપ આ વર્ષે ભારતમાં રમવામાં આવશે. આ વર્લ્ડ કપમાં ક્વોલિફિકેશન માટે ICC દ્વારા અમુક નવા નિયમો પણ સામેલ કર્યા છે. ચાર વર્ષ સુધી ચાલેલા આ ICC વર્લ્ડ કપની સુપર લીગ દ્વારા તમામ ટીમ વર્લ્ડ કપ માટે ક્વોલિફાઇ કર્યું છે. આવામાં વર્લ્ડ કપમાં એક એવી ટીમ પણ છે, જેણે કોઇ મેચ રમ્યા વગર જ વર્લ્ડ કપ માટે ક્વોલિફાઇ કર્યું છે.

હવે તમારા મનમાં સવાલ થતો હશે કે, કોઈ ટીમ મેચ રમ્યા વગર કેવી રીતે ક્વોલિફાઇ થઈ શકે છે. અમે વાત કરી રહ્યા છીએ દક્ષિણ આફ્રિકાની. દક્ષિણ આફ્રિકાની ટીમ બુધવારના રોજ ICC ODI વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ ગઈ છે.

ICC World Cup 2023

ICC World Cup 2023ની સુપર લીગ દ્વારા કુલ 8 ટીમોએ વર્લ્ડ કપમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. આમાં સાઉથ આફ્રિકા 8મા સ્થાને છે. દક્ષિણ આફ્રિકાની ટીમ 21 મેચમાંથી માત્ર 9 મેચ જીતી શકી છે. તેના પર વર્લ્ડ કપ માટેની સીધી ક્વોલિફિકેશન રેસમાંથી બહાર ફેંકાઈ જવાનું જોખમ હતું, પરંતુ તે એક પણ મેચ રમ્યા વિના ક્વોલિફાઇ થઇ ગઇ હતી.

વાસ્તવમાં આયર્લેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝ રમાઈ રહી છે. જો આયરિશ ટીમે બાંગ્લાદેશને 3-0થી હરાવ્યું હોત, તો તેઓ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થયા હોત, પરંતુ શ્રેણીની પ્રથમ મેચ રદ્દ થઈ હતી અને દક્ષિણ આફ્રિકાની ટીમે એક પણ મેચ રમ્યા વિના વર્લ્ડ કપમાં પોતાનું સ્થાન બનાવી લીધું હતું.

ભારત ઉપરાંત આ વર્ષે વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થયેલી ટીમોમાં ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ, બાંગ્લાદેશ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે.

આ 8 ટીમોએ હવે તેમના સ્થાનોની પુષ્ટિ કરી છે, પરંતુ આમાંથી બે ટીમો એવી રહી છે કે, તેઓ એક સમયે વર્લ્ડ કપ જીતી ચૂકી છે, પરંતુ તે પછીની ટીમ માટે ક્વોલિફાય કરી શકી નથી. અમે વાત કરી રહ્યા છીએ શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝની. આ બંને ટીમોએ આગામી વર્લ્ડ કપ રમવા માટે ક્વોલિફાયર રમવું પડશે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
ICC World Cup 2023 : south africa Cricket team qualified without playing a match, two big teams were thrown out
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X