IND vs AUS 2nd T20I: ઓસ્ટ્રેલિયા પર ભારી પડ્યો હાર્દિક, છગ્ગો લગાવી મેચ જીતાવી
આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની ટી20 સીરીઝનો બીજો મુકાબલો સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાયો. પહેલી ટી20 મેચ ભારતે જીતી હતી અને ટીમ ઈન્ડિયાએ આ મુકાબલો જીતી સીરીઝનો ફેસલો પોતાના નામે કરી લીધો. ટૉસ જીતી ભારતે પહેલાં બોલિંગ કરવાનો ફેસલો લીધો જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને જીત માટે 195 રનનો ટાર્ગેટ આપ્યો અને ભારતે અંતિમ ઓવરમાં આ મુકાબલો 6 વિકેટે જીતી લીધો.
હાર્દિક પાંડ્યાએ ફરી એકવાર કમાલ કરતાં પોતાના 2.0 અવતારનું બખૂબી પ્રદર્શન કર્યું અને 22 બોલમાં 42 રન બનાવી જીતના અંતિમ નાયક સાબિત થયા.
અગાઉ રનનો પીછો કરવા ઉતરેલ ભારતીય ટીમ માટે સલામી બેટ્સમેન કેએલ રાહુલ અને શિખર ધવને શાનદાર શરૂઆત કરી અને પહેલી વિકેટ માટે 56 રનની ભાગીદારી કરી. આ દરમ્યાન કેએલ રાહુલે 22 બોલમાં 2 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 30 રન બનાવ્યા. એન્ડ્રૂ ટાયે તેમને પેવેલિયન ભેગા કર્યા. જો કે બીજા છેડે શિખર ધવને આજે શાનદાર બેટિંગ કરતાં 36 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 52 રનની ઈનિંગ રમી અને ટી20 કરિયરની 11મી ફીફ્ટી પૂરી કરી.
શિખર ધવનને એડમ ઝામ્પાએ સ્વૈપસનના હાથે આઉટ કરાવી બીજો ઝાટકો આપ્યો. જે બાદ ભારતીય કેપ્ટન કોહલીએ 24 બોલમાં 40 રન બનાવી ટીમની મધ્યમ ઓવરમાં રફ્તાર વધારી. સંજૂ સેમસન આ દરમ્યાન માત્ર 15 રન પર જ આઉટ થઈ ગયા બાદ શ્રેયસ ઐય્યર મેદાનમાં ઉચતર્યો અને 5 બોલમાં 12 રન બનાવી ભારતની જીતમાં મહત્વનો કેમિયો નિભાવ્યો.
ફિંચની ગેરહાજરીમાં મેથ્યૂ વેડને ઓસ્ટ્રેલિયાઈ ટીમની કમાન સોંપવામાં આવી. ઓસ્ટ્રેલિયાને વેડે તેજ શરૂઆત અપાવતાં 58 રન બનાવ્યા જે બાદ તેઓ રન આઉટ થઈ ગયા. વેડે 32 બોલનો સામનો કર્યો. અગાઉ ડી આર્ચી શોર્ટે 9 જ રન બનાવ્યા હતા. ગ્લેન મેક્સવેલે 12 બોલમાં 22 રન બનાવી આઉટ થયો. સ્ટીવ સ્મિથે 38 બોલમાં 46 અઅને મોઈસ હેનરિક્સે 18 બોલમાં 26 રન બનાવ્યા હતા.
આ જીત સાથે જ ભારતે સીરીઝ પોતાના કબ્જામાં કરી લીધી છે. ભારતીય ટીમ 2-0થી લીડ કરી રહી છે અને આગામી ત્રીજી ટી20 મેચ જીતી ક્લિન સ્વીપ કરવાની ઉમ્મીદ સાથે મેદાન-એ-જંગમાં ઉતરવાની તૈયારી કરશે.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો