IND vs AUS 3rd T20I: ભારતે ટૉસ જીતી પહેલાં ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલ ટી20 સીરીઝનો આજે અંતિમ મુકાબલો છે. પહલી બે મેચ જીત્યા બાદ ભારતીય ટીમ આજે જીતનો પરચમ લહેરાવી ક્લિન સ્વીપ કરવાના ઈરાદે મેદાનમાં ઉતરશે. મેચ માટે બંને જ ટીમો સજ્જ છે. ભારતીય ટીમે ટૉસ જીતી પહેલાં ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે.
આ મેચ ઓસ્ટ્રેલિયાના સિડની મેદાનમાં રમાઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયાઈ ટીમ પહેલી બે ટી20 મેચ હારી ગઈ હોવાથી ત્રીજી મેચમાં ફરી પોતાના મહાન ખેલાડીઓને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપ્યું છે. ઓસ્ટ્રેલિયાઈ ટીમે ક્લિન સ્વીપથી બચવા ટીમમાં કેટલાક બદલાવ પણ કર્યા છે.
ઓસ્ટ્રેલિયા માટે તેમના કેપ્ટન આરોન ફિંચ વાપસી કરી રહ્યા છે, જ્યારે માર્કસ સ્ટોઈનિસને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. એટલું જ નહિ, જો કે ભારતીય ટીમમાં કોઈપણ પ્રકારનો બદલાવ કરવામાં આવ્યો નથી.
આ પ્રકારે છે બંને ટીમના પ્લેઈંગ ઈલેવન
ઓસ્ટ્રેલિયાઃ આરોન ફિંચ, મેથ્યૂ વેડ, સ્ટિવન સ્મીથ, ગ્લેન મેક્સવેલ, ડી આર્ચી શોર્ટ, મોઈસિસ હેનરિક્સ, ડેનિયલ સેમ્સ, સિન અબોટ, મિશેલ સ્વિપસન, એન્ડ્રૂ ટાઈ, એડમ ઝામ્પા.
ભારતીય ટીમઃ કેએલ રાહુલ, શિખર ધવન, વિરાટ કોહલી, સંજૂ સેમસન, હાર્દિક પંડ્યા, શ્રેયસ ઐય્યર, વૉશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, દીપક ચહર, ટી નટરાજન, યુઝવેન્દ્ર ચહલ
IND vs AUS” સિડનીમાં ઓસ્ટ્રેલિયાને ક્લીન સ્વીપ કરી ધોનીના ક્લબમાં સામેલ થઈ શકે છે કોહલી
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો