For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND vs AUS: ત્રીજી ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ ઘોષિત, વૉર્નરની વાપસી થઈ

IND vs AUS: ત્રીજી ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ ઘોષિત, વૉર્નરની વાપસી થઈ

|
Google Oneindia Gujarati News

ઓસ્ટ્રેલિયાએ ભારત વિરુદ્ધ ચાર મેચની શ્રૃંખલાની આગામી ત્રીજી ટેસ્ટ મેચ માટે ટીમની ઘોષણા કરી. આ મેચ 7 જાન્યુઆરી 2021માં સિડનીમાં રમાશે. સલામી બેટ્સમેન જો બર્ન્સને મેલબર્નમાં ફ્લોપ થવાના કારણે બહાર કરી દેવામાં આવ્યા છે. એડિલેડ ટેસ્ટમાં પણ તેમણે પહેલી ઈનિંગમાં માત્ર 8 રન બનાવ્યા હતા, જ્યારે બીજી ઈનિંગમાં અણનમ 51 રન સાથે પોતાની જગ્યા બચાવવાનો પ્રયાસ કર્યો હતો.

ind vs aus 2020-21

ડેવિડ વોર્નર સંપૂર્ણ ફિટનેસ હાંસલ કર્યા બાદ ટીમમાં પરત ફર્યા છે. ભારત વિરુદ્ધની વનડે સીરીઝ દરમ્યાન તેઓ ઈજાગ્રસ્ત થઈ ગયા હતા અને ટી20 શ્રેણીથી પણ બહાર થઈ ગયા હતા. વિલ પુકોવ્સ્કી પણ ઠીક થઈ ગયા છે જેઓ પહેલી પ્રેક્ટિસ મેચ દરમ્યાન હેલમેટ પર બોલ લાગતાં ઈજાગ્રસ્ત થયા હતા. વોર્નર અને પુકોવ્સ્કી ઓસ્ટ્રેલિયા માટે સિડની ટેસ્ટમાં ઈનિંગની શરૂઆત કરશે. આ ઉપરાંત, સન એબોટ સંપૂર્ણ પણે ફીટ છે. માટે હવે આ ત્રણેય ગુરુવારે ટીમ સાથે જોડાશે.

રોહિત શર્મા, ઈશાંત શર્મા, વિરાટ કોહલી અને મોહમ્મદ શમીની અનુપસ્થિતિમાં મેહમાન ટીમે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શાનદાર પ્રદર્શન કરતાં આઠ વિકેટે મેચ જીતી. ઓસ્ટ્રેલિયાઈ ટીમમાં ત્રણ ખેલાડીઓની વાપસી છતાં જો બર્ન્સને મેચથી બહાર કરી દેવામાં આવ્યા. તેઓ પાછલા થોડા સમયથી વડો સ્કોર બનાવવામાં નાકામ થઈ રહ્યા છે. તેમને એક ઝાટકો લાગ્યો છે અને ટીમમાં પોતાની જગ્યા ગુમાવવી પડી છે.

આ રહી સિડની ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાઈ ટીમ

ટિમ પેન (કેપ્ટન), સીન એબોટ, પેટ કમિંસ, કેમરન ગ્રીન, માર્કસ હૈરિસ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, મોઈસેસ હેનરિક્સ, માર્નસ લાબુછાને, નાથન લિયોન,માઈકલ હનેસર, જેમ્સ પેટિંસન, વિલ પુકોવ્સ્કી, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, મિશેલ સ્વેપસન, મેથ્યૂ વેડ, ડેવિડ વોર્નર.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Ind vs Aus: australia announces team for third test, warner returns
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X