IND vs AUS: ભારતે 13 રને જીતી મેચ, ઓસ્ટ્રેલીયાએ 2-1થી સીરીઝ કરી પોતાને નામ
વનડે સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ ભારતે જીતી લીધી છે. ભારતે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 5૦ ઓવરમાં 3૦3 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેના જવાબમાં ઓસ્ટ્રેલિયા છેલ્લી ઓવરમાં 289 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સાથે ઓસ્ટ્રેલિયાએ શ્રેણી 2-1થી જીતી લીધી. ભારતીય ટીમ શ્રેણીની પ્રથમ બે મેચ હારી ગઈ હતી.
ભારતીય બોલરોએ માર્નસ લબુસ્ચેન અને સ્ટીવ સ્મિથની સસ્તી મોટી વિકેટો પર દબાણ બનાવ્યું હતું પરંતુ બાદમાં એરોન ફિંચ (75) મેક્સવેલ (59) ની અડધી સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ કમબેક કર્યું હતુ, પરંતુ બુમરાહે પોતાનો કમાલ બતાવી ભારતને મેચમાં પરત ફર્યું હતું. આ મેચમાં બુમરાહ અને નટરાજનને બે-બે વિકેટ મળી જ્યારે શાર્દુલ ઠાકુરને 3 વિકેટ મળી હતી.
હાર્દિક પંડ્યાને મેન ઓફ ધ મેચ અને સ્ટીવ સ્મિથને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરાયો હતો.
કોહલીએ 78 બોલમાં 63 રન બનાવ્યા, ત્યારબાદ હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાએ પણ ઝડપી અર્ધસદી ફટકારી ભારતનો સ્કોર પડકારજનક સ્થિતિમાં મૂક્યો હતો. ડેથ ઓવરમાં ઝડપી રન મેળવનારા આ બંને વચ્ચે સદીની ભાગીદારી હતી. હાર્દિક પડિયા 76 બોલમાં 92 રન બનાવીને અણનમ રહ્યો હતો. જાડેજાએ પણ 50 બોલમાં 66 રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. બંનેએ માત્ર 108 બોલમાં 150 રનની અખંડ ભાગીદારી કરી હતી.
IND vs AUS: મોહમ્મદ શમી રચી શકે ઈતિહાસ, 10 વર્ષ જૂનો રેકોર્ડ ટૂટશે
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો