IND vs AUS: ભારતના યુવાઓએ રચ્યો ઈતિહાસ, ગાબામાં પહેલીવાર હાર્યું ઓસ્ટ્રેલિયા
ભારતીય યુવા ખેલાડીઓએ કમાલ કરી દેખાડ્યો અને ગાબા ટેસ્ટ મેચ જીતી ઈતિહાસ રચી દીધો છે. સાથે જ ભારતે આ ટેસ્ટ સિરીઝ 2-1થી પોતાના નામ કરી લીધી છે. ટીમ ઈન્ડિયાએ જે રમત દેખાડી તેના માટે આ સિરીઝ જીવનભર ક્રિકેટ પ્રેમીઓ માટે યાદ બનીને રહી જશે. આ ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં સર્વશ્રેષ્ઠ વિદેશી સિરીઝ જીતમાંથી એક છે. ભારતે એડિલેડ ટેસ્ટ ખરાબ રીતે હાર્યા બાદ બૉર્ડર- ગવાસ્કરને પોતાના કબ્જામાં રાખી.
કોઈએ નહોતું વિચાર્યું કે કમીઓથી સંપૂર્ણપણે ત્રસ્ત ભારતીય ટીમ આવી રીતે વાપસી કરશે. પરંતુ રહાણેની કમાનમાં પહેલાં મેલબોર્ન ફતેહ થઈ અને પછી સિડનીમાં જીતની સ્તરનો ડ્રો થયો અને હવે ઈતિહાસ બની ગયો ગાબામાં જ્યાં ઓસ્ટ્રેલિયાઈ ટીમ ઓસ્ટ્રેલિયાઈ ટીમ સહેલી રીતે ટેસ્ટ મેચ ક્યારેય નથી હરતી. કંગારૂ ટીમ 32 વર્ષથી ગાબામાં ટેસ્ટ મેચ નહોતી હારી. આ ભારતની ઓસ્ટ્રેલિયાઈ ધરતી પર સતત બીજી ટેસ્ટ સિરીઝ જીત છે. અગાઉ ભારતે 2018-19માં ચાર મેચની ટેસ્ટ સીરીઝ 2-1થી જીતી હતી.
ભારતે ઓસ્ટ્રેલિયાના ગઢ ગાબામાં પાંચમા દિવસે 328 રનનો પીછો કરતાં 97 ઓરમાં 7 વિકેટે લક્ષ્ય હાંસલ કરી લીધો. આ દરમ્યાન મેન ઑફ ધી મેચ ઋષભ પંતે અંતિમ ઓવરમાં પોતાની આક્રમકતા દેખાડી જે બાદ તેઓ જીત અપાવીને જ ઉભા રહ્યા. પંતે 138 બોલમાં 89 રનની અણનમ ઈનિંગ રમી. વૉશિંગ્ટન સુંદરે પંતનો સાથ સારી રીતે નિભાવ્યો જેમણે 29 બોલમાં 22 રન બનાવ્યા. સુંદરના આઉટ થયા બાદ શાર્દુલ ઠાકુરે 2 રનનો સ્કોર કરી હવામાં શોટ રમવા જતાં કેચ આઉટ થી ગયો હતો. જે બાદ પંતે કોઈ ભૂલ ના કરી અને ચોગ્ગો લગાવી ભારતીય ટીમને ઈતિહાસ બનાવવા સુધી પહોંચાડી દીધી.
અગાઉ ટીમની જીતની આધારશિલા રાખવામાં શુભમન ગિલ અને ચેતેશ્વર પુજારાએ ફીફ્ટી ફટકારી હતી. બંનેએ અલગ અલગ પ્રકારે ઈનિંગ રમી. ગિલે 146 બોલમાં 91 રનની તેજ ઈનિંગ રમી અને પુજારાએ 211 બોલમાં 56 રન બનાવી બીજે છેડે ખીલ્લો ખોડીને ઉભા રહ્યા.
ભારતની અસલી માનસિકતાની ઝલક કેપ્ટન અજિંક્ય રહાણેની બેટિંગમાં મળી જેમણે 22 બોલમાં 24 રનની નાની પણ તેજ ઈનિંગ રમીને દેખાડી દીધું કે ટીમ જીત તરફ જઈ રહી છે.
IND vs AUS: પુજારાની LBW પર થયો વિવાદ, અંપાયરે કહ્યું નૉ શૉટ
ભારતે ઓસ્ટ્રેલિયાને પહેલી ઈનિંગમાં 369 અને બીજી ઈનિંગમાં 294 રન પર સમેટી દીધી હતી. મોહમ્મદ સિરાજે બીજી ઈનિંગમાં 5 વિકેટ લઈ ખુબ વાહવાહી લૂંટી. જ્યારે ભારતે શાર્દુલ ઠાકુર અને વૉશિંગ્ટન સુંદરની ફીફ્ટીના દમ પર પહેલી ઈનિંગમાં 336 રન બનાવ્યા હતા.

આ જીતની સાથે જ ભારતીય ટીમ ICC World Test Championshipના પોઈન્ટ ટેબલમાં પહેલા સ્થાને પહોંચી ગયું છે. ભારત કુલ પાંચ સિરીઝ રમ્યું છે જેમાંથી 9 મેચ જીત્યું છે, 3 હાર્યું છે અને 1 ડ્રો થયો છે. બીજા નંબરે ન્યૂઝીલેન્ડ છે જેણે પાંચ સીરીઝમાંથી 7 મેચ જીત્યું અને 4 મેચાં હારનો સામનો કરવો પડ્યો. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે માત્ર 10 પોઈન્ટનો જ તફાવત છે. ભારતીય ટીમના કુલ પોઈન્ટ 430 છે.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો