For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND vs AUS: ત્રીજી ટેસ્ટ પહેલાં ભારતને લાગ્યો ઝાટકો, આ ખેલાડી થયો ટીમથી બહાર

IND vs AUS: ત્રીજી ટેસ્ટ પહેલાં ભારતને લાગ્યો ઝાટકો, આ ખેલાડી થયો ટીમથી બહાર

|
Google Oneindia Gujarati News

ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ભારતીય ટીમના ખેલાડીઓ ઈજાગ્રસ્ત થવાનો સિલસિલો ચાલુ છે. મોહમ્મદ શમી ઈજાગ્રસ્ત થવાથી સીરીઝના બાકી બચેલા મેચથી બહાર થઈ ગયો હતો, જે બાદ બીજી ટેસ્ટ મેચ દરમ્યાન પેસર ઉમેશ યાદવ ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. હવે મહત્વનો બેટ્સમેન કેએલ રાહુલ ઈજાના કારણે મેચથી બહાર થઈ ગયો છે.

kl rahul

બીસીસીઆઈ મુજબ રાહુલ પ્રેક્ટિસ દરમ્યાન ઘાયલ થઈ ગયો હતો. શનિવારે મેલબોર્નના મેદાનમાં નેટ પ્રેક્ટિસ દરમ્યાન કેએલ રાહુલને કાંડામાં ઈજા પહોંચી હતી. આ ઈજાથી બહાર નિકળવામાં રાહુલને ત્રણ અઠવાડિયા જેવો સમય લાગશે. એવામાં રાહુલ સીરીઝથી બહાર થઈ ગયો છે. રાહુલ હવે ઘરે પરત ફરશે અને બેંગ્લોરમાં રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીમાં રિકવરી માટે આકરી મહેનત કરશે. જો કે આ ઈજાને ભારતીય ક્રિકેટ ટીમ માટે જબરો ઝાટકો માનવામાં આવી રહ્યો છે કેમ કે ઓસ્ટ્રેલિયા પ્રવાસની ત્રીજી મેચમાં તેમને અવસર મળવાની સંભાવના હતી.

પ્રેસ નોટમાં બીસીસીઆઈ સચિવ જય શાહે જાણકારી આપતા કહ્યું કે નેટ પ્રેક્ટિસ દરમ્યાન બોટિંગ કરતી વખતે રાહુલને કાંડામાં ઈજા પહોંચી છે. આ ઘટના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ટમાં શનિવારે ઘટીત થઈ. આ ઈજાથી બહાર નિકળવા માટે રાહુલને ઓછામાં ઓછો ત્રણ મહિનાનો સમય લાગશે.

IND vs AUS 3rd Test: ઓસ્ટ્રેલિયાઈ ટીમને લાગ્યો ઝાટકો, આ પેસર થયો મેચથી બહારIND vs AUS 3rd Test: ઓસ્ટ્રેલિયાઈ ટીમને લાગ્યો ઝાટકો, આ પેસર થયો મેચથી બહાર

જણાવી દઈએ કે 28 વર્ષના આ વિકેટકીપર- બેટ્સમેન IPLથી શાનદાર ફોર્મ લઈ ઓસ્ટ્રેલિયા આવ્યા હતા. વનડે, ટી20 સીરીઝમાં તેમણે મિશ્રિત પ્રદર્શન કર્યું હતું. સીરીઝની ત્રીજી ટેસ્ટ સિડનીમાં 7 જાન્યુઆરીએ રમાશે, જ્યારે ચોથી અને છેલ્લી મેચ 15 જાન્યુઆરીએ બ્રિસ્બેનમાં રમાશે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IND vs AUS: KL Rahul ruled out of test match due to injury
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X