IND vs AUS: કોહલીએ ટીમ ઈન્ડિયાની જીતની શુભેચ્છા પાઠવી, રહાણે માટે કહી આ વાત
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પહેલી ટેસ્ટ મેચમાં બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયા માત્ર 36 રન બનાવી આઉટ થઈ ગઈ હતી, જે બાદ ટીમની બધી જ આશાઓ તૂટતી જોવા મળી રહી હતી પરંતુ જે રીતે બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે જબરદસ્ત ખેલનું પ્રદર્શન કરતાં વાપસી કરી છે તેણે ટીમમાં મજબૂત મનોબળ વ્યક્ત કર્યું. કેપ્ટન વિરાટ કોહલી, પેસર મોહમ્મદ શમી ઈજાગ્રસ્ત થવાથી ટીમથી બહાર થયા હોવાથી અને રોહિત શર્માની ગેરહાજરીમાં ભારતીય ટીમની ઓસ્ટ્રેલિયામાં આ જીત ઈતિહાસના પાનામાં નોંધાશે. ખુદ વિરાટ કોહલીએ પણ ટીમ ઈન્ડિયાની આ જબરદસ્ત જીત પર ટીમને શુભેચ્છા પાઠવી છે.
વિરાટ કોહલીએ ટીમની જીત બાદ ટ્વીટ કરી લખ્યું, આ જબરદસ્ત જીત છે, આખી ટીમે સારું પ્રદર્શન કર્યું. ટીમના ખેલાડીઓ માટે આનાથી વધુ ખુશ ના થઈ શકું, ખાસ કરીને અજિંક્ય રહાણે કે જેમમે આ ટીમની આગેવાનીથી શાનદાર રીતે ટીમને જીત અપાવી. અહીંથી આપણને વધુ ઉપર જવાનું છે. જણાવી દઈએ કે ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગને આજે 200 રનના સ્કોર પર આઉટ કરી દીધી હતી, જે બાદ ભારતીય ટીમે 2 વિકેટ ગુમાવી જીત માટેના લક્ષ્યને હાંસલ કરી લીધો. મેચમાં અજિંક્ય રહાણેએ જેવી રીતે બંને ઈનિંગમાં શાનદાર બેટિંગ કરી, તે કારણે તેમને મેન ઑફ ધી મેચના ખિતાબથી નવાજવામાં આવ્યા.
ભારતીય ટીમને આ શાનદાર જીતની ક્રિકેટ જગતની તમામ હસ્તીઓએ શુભેચ્છા પાઠવી છે. ક્રિકેટના ભગવાન સચિન તેંડુકરે પણ ટ્વીટ કરી લખ્યું કે, વિરાટ કોહલી, રોહિત શર્મા, ઈશાંત શર્મા અને મોહમ્મદ શમીની ગેરહાજરીમાં ટેસ્ટ મેચ જીતવાની ઉપલબ્ધિ છે. ટીમે જબરદસ્ત લડવાની ક્ષમતાનું જેવી રીતે પ્રદર્શન કર્યું તે વખાણવા લાયક છે. પહેલી ટેસ્ટ મેચમાં હાર બાદ બીજી ટેસ્ટમાં બરાબરી કરવી જબરી ઉપલબ્ધી છે. જબરદસ્ત જી. ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ છે.
IND vs AUS: ટેસ્ટ સીરિઝમાં ભારતનુ જોરદાર કમબેક, 8 વિકેટે જીતી બૉક્સિંગ ડે ટેસ્ટ
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો