For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND vs AUS: મોહમ્મદ શમી રચી શકે ઈતિહાસ, 10 વર્ષ જૂનો રેકોર્ડ ટૂટશે

IND vs AUS: મોહમ્મદ શમી રચી શકે ઈતિહાસ, 10 વર્ષ જૂનો રેકોર્ડ ટૂટશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસની શરૂઆત નિરાશાજનક થઈ. ત્રણ મેચની એકદિવસીય શ્રૃંખલાની પહેલી બે મેચ હાર્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ સીરીઝ હારી ગઈ. ઓસ્ટ્રેલિયાએ પહેલી વનડે મેચમાં ભારતને 66 રનથી અનેબીજી મેચમાં 51 રને હારનો સામનો કરવો પડ્યો હતો. બંને મેચમાં ભારતીય બોલર્સને હંફાવ્યા. તમામ ભારતીય બોલર્સમાંથી મોહમદ શમીની ઈકોનોમી સારી રહી હતી. બુધવારે ત્રીજી વનડેમાં શમી 18 વર્ષ જૂનો રેકોર્ડ તોડી શકે છે.

અજીત અગરકરના રેકોર્ડને તોડી શકે

અજીત અગરકરના રેકોર્ડને તોડી શકે

પાછલા થોડા વર્ષોમાં શમીને ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા જોવા મળ્યું. જ્યારે બુમરાહ સાથે ભારતીય ટીમના પ્રમુખ બોલર બની ગયા છે. છતાં શમીના બોલિંગ આંકડાઓ પર કોઈએ વધુ ધ્યાન ના દીધું. તેમણે સતત એકદિવસીય ક્રિકેટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું અને હવે અજીત અગરકરના 18 વર્ષ જૂના રેકોર્ડને તોડવાથી માત્ર બે વિકેટ દૂર છે. શમીએ અત્યાર સુધી 79 એકદિવસીય મેચમાં 148 વિકેટ લીધી છે. તેઓ હવે અંતિમ મેચમાં સૌથી તેજ 150 વિકેટ લેનાર ભારતીય બોલર બની શકે છે.

દિગ્ગજોની યાદીમાં સામેલ થશે

દિગ્ગજોની યાદીમાં સામેલ થશે

જો શમી આખરી વનડેમાં બે વિકેટ લે છે તો તેમના 150 વનડે વિકેટ પૂરી થઈ જશે. આ બે વિકેટો સાથે તેઓ ભારત માટે સૌથી તેજ 150 વિકેટ લેનાર બોલર બની જશે. સાથે જ તેઓ મિચેલ સ્ટાર્ક અને સકલેન મુશ્તાક બાદ સૌથી ઓછા મેચમાં 150 વિકેટ લઈ શકે છે. સ્ટાર્ક અને મુશ્તાકે ક્રમશઃ 77 અને 79 મેચમાં આ કારનામું કર્યું હતું. અજીત અગરકર સૌથી તેજ 150 વનડે વિકેટ લેનાર ભારતીય હતા. તેમણે 150 વિકેટ માટે 97 વનડે મેચ રમી હતી.

ભારતીય બોલર્સની ઓસ્ટ્રેલિયા સામે સૌથી ખરાબ બોલિંગ

ભારતીય બોલર્સની ઓસ્ટ્રેલિયા સામે સૌથી ખરાબ બોલિંગ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની એકદિવસીય શ્રૃંખલામાં ઓસ્ટ્રેલિયાએ 2-0ની બઢત મેળવી લીધી છે. બંને મેચમાં ભારતીય બોલરે ખુબ રન લૂંટાવ્યા હતા. પહેલી મેચમાં શમીએ શાનદાર બોલિંગ કરતાં ત્રણ વિકેટ ખેરવી હતી. જો કે, બીજી મેચમાં 1 વિકેટ લઈ શક્યા હતા. આખરી મેચમાં ભારતીય ટીમે પ્રતિષ્ઠા માટે રમવું પડશે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IND vs AUS: Mohammed Shami can make history, break 10-year-old record
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X