IND vs AUS T20: ઓસ્ટ્રેલીયાએ ટોસ જીતી ભારતને પ્રથમ બેટીંગ માટે આપ્યું આમંત્રણ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની ટી -20 સીરીઝની પહેલી મેચ કેનબરાના મનુકા ઓવલ મેદાનમાં રમાઇ રહી છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિંચે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો અને ટીમ ઈન્ડિયાને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ વનડે સીરીઝ 2-1થી જીતી હતી. પ્રથમ બે મેચ જીત્યા પછી ઓસ્ટ્રેલિયા મનુકા ઓવલ મેદાન પર રમાયેલી ત્રીજી વનડે મેચમાં હાર્યું હતું. ભારતે ઓસ્ટ્રેલિયાને 13 રને હરાવ્યું હતું અને આ જીત સાથે તેમનો આત્મવિશ્વાસ ઉંચો રહેશે. વન ડે સીરીઝમાં હાર બાદ ભારતીય ટીમ ટી20 સીરીઝ જીતવા માટે એડીચોટીનું જોર લગાવવા માટે તૈયાર છે.
જોકે, ઓસ્ટ્રેલિયામાં ભારતનો ટી -20 રેકોર્ડ સારો છે. ભારતે ઓસ્ટ્રેલિયામાં અત્યાર સુધીમાં નવ મેચ રમી છે, જેમાં ભારત પાંચ વખત જીત્યું છે. ઓસ્ટ્રેલિયા ત્રણ વખત જીત્યું છે, જ્યારે એક મેચનુ રિઝલ્ટ આવી શક્યું ન હતું.
IND vs AUS, 1st T20: તારીખ, સમય, સંભાવિત Xi, લાઈવ સ્ટ્રીમિંગ
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો