
Ind vs Ban 1 ODI : પ્રથમ વનડેમાં ભારતની હાર, બાંગ્લાદેશ 1 વિકેટથી જીત્યું
Ind vs Ban 1 ODI : ઢાકાના શેરે બાંગ્લા સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ODI રમાઈ હતી. આ મેચમાં બાંગ્લાદેશ 1 વિકેટથી જીત્યું હતું. જે બાદ બાંગ્લાદેશ ત્રણ મેચની સિરીઝમાં 1-0 થી આગળ થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે, ભારતે બાંગ્લાદેશને 187 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેને બાંગ્લાદેશને માત્ર 41.2 ઓવરમાં હાંસલ કરી લીધો હતો.
ઉલ્લેખનીય છે કે, આજની મધ્યપ્રદેશના રીવા જિલ્લાના રહેવાસી કુલદીપ સેને પ્રથમ વનડેમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. મેચમાં પોતાના પ્રદર્શનની વાત કરીએ તો આજની મેચમાં કુલદીપ સેને 2 વિકેટ લીધી હતી. કુલદીપે અફીફ હુસૈન અને અબાદોત હુસૈનને આઉટ કર્યા હતા. કુલદીપ સેનના પ્રદર્શનની વાત કરીએ તો તેણે 5 ઓવરમાં 37 રન આપીને બે વિકેટ ઝડપી હતી.
બાંગ્લાદેશને મળી ODI ઈતિહાસમાં યાદગાર જીત
મેહિદી હસન મિરાજે છેલ્લી વિકેટ માટે વિક્રમી અડધી સદીની ભાગીદારી કરીને તેની ટીમને ભારત સામે અવિશ્વસનીય જીત અપાવી હતી. 9 વિકેટના ગુમાવ્યા બાદ પણ તેણે શાનદાર પ્રદર્શન કરીને બાંગ્લાદેશને જીત અપાવી હતી.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો